________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯. જીવ
(૭૯૨ )
આમ સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે. સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે.
-ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે.
-દર્શનજ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે.
–અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે.
-અમવર્તી અને ક્રમવર્તી એવા ગુણપર્યાયો સહિત છે.
-સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે.
-અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને લીધે તથા ૫રદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે ૫૨ દ્રવ્યોથી ભિન્ન છે.
-અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. (૧-૫૦)
(૭૯૩)
અરે ! આ તો તારી પોતાની દયા પાળવાની વાત ચાલે છે, બાપુ! તું જ્ઞાનદર્શનસ્વભાવનો પિંડ પરમાત્મા છો. એવું તારું ચૈતન્ય જીવન છે. નિશ્ચયથી ત્રિકાળ, એકરૂપ, શુદ્ધ, બુદ્ધ સ્વભાવ જે છે એવા પ્રાણથી જીવે તે જીવ છે. પ્રથમ ‘નીવો' શબ્દ છે. ને? એ જીવની વ્યાખ્યા ચાલે છે. એવા શુદ્ધ જીવને અહીં ધ્યેય બનાવીને પરિણમન કરવાની વાત છે.
આ ત્રિકાળી નિશ્ચયપ્રાણની વાત કરી. અશુદ્ઘનિશ્ચયથી અશુદ્ધભાવ ક્ષાયોપશમિક ભાવપ્રાણથી જીવે તેને જીવ કહેવામાં આવે છે. અશુદ્ધ - પ્રાણથી જીવે છે તે અજ્ઞાની છે. વળી જડ શરીર, ઇન્દ્રિય, મન-વચન-કાયા આદિથી જીવે એ જીવ છે એમ કહેવું તે અસભ્તવ્યવહાર નયનું કથન છે, કેમકે પોતે જડસ્વભાવ નથી છતાં જડથી જીવે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહા૨ છે, તે અસત્યાર્થ છે. (૧૯૫૩)
(૭૯૪)
એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, પંચેન્દ્રિય એ કાંઈ વાસ્તવિક જીવ નથી; અંદર જે જ્ઞાયકભાવ છે
તે જીવ છે.
(૧-૨૦૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com