________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્મચારિત્ર
૨૮૯ (૭૯૧) અહા ! જેને સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ-આશ્રયે સુનિશ્ચળ સંયમ પ્રગટ થાય છે. જ્ઞાન-શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખતાનો જે પુરુષાર્થ છે તેનાથી સુનિશ્ચલ સંયમ થવામાં ચારિત્રનો અનેક ગુણો પુરુષાર્થ હોય છે. અહાહા...! ચારિત્ર એટલે શું? જે ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ્યું ને શ્રદ્ધામાં આવ્યું તેમાં વિશેષપણે ચરવું, રમવું, ઠરવું, જમવું તેનું નામ ચારિત્ર છે. અહાહા..જેમાં પ્રચુર આનંદનાં ભોજન થાય એવી સ્વાનુભવની સુનિશ્ચલ દશા તેના ચારિત્ર કહે છે. અશુદ્ધતાનો ત્યાગ થઈ શુદ્ધ રત્નત્રય પરિણતિનું પ્રગટ થવું એનું નામ સંયમ અર્થાત્ ચારિત્ર છે.
છે કાયની દયા પાળવી તેને સંયમ કહે છે ને?
હા, છ કાયની દયા પાળવી તેને સંયમ કહે છે, પણ એ તો ભેદરૂપ સંયમ છે. વાસ્તવમાં એ શુભરાગ છે, અને ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચાર જાણી તેને ઉપચારથી સંયમ કહેલ છે. સમજાણું કાંઈ.... ?
અહાહા...! મહાન વૈભવશીલ એવા રાવણને એક સ્ફટિકનો મહેલ હતો. એના સ્ફટિક એવા ઝળહળતા પ્રકાશિત હતા કે કોઈ દુશ્મન ત્યાં જાય તો પગ ક્યાં ધરવો તે ખબર ન પડે એટલે તરત પકડાઈ જાય. તેમ આ આત્મા ચૈતન્યનો મહેલ એવા ચૈતન્યના પ્રકાશથી ભરપુર ઝળહળતો ઉજ્જવળ છે કે ત્યાં મોટુ આદિ દુશ્મનો તરત જ પકડાઈ જાય છે. અહાહા! ચૈતન્યહીરલો ચૈતન્ય પ્રકાશનો પુંજ એવો છે કે એમાં ચરણ ધરતાં, ચરતાં-વિચરતાં મોહાંધકારનો નાશ થઈ જાય છે, ને પ્રબર પવિત્ર ઉજ્જવળ ચારિત્રનો પ્રકાશ પ્રગટ થાય છે. લ્યો, આનું નામ સંયમ છે. શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો, પછી એવા જ અનુભવમાં સ્થિર થઈને રહેવું તે સંયમ છે.
(૧૧-૨૩૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com