________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યક્રચારિત્ર
૨૮૭ સંયમની વીતરાગી પર્યાયરૂપે પોતે આત્મા પરિણમે છે ને! માટે આભા જ સંયમ છે એમ વાત છે.
બહારના ક્રિયાકાંડ-છકાયના જીવોની દાય પાળે, પાંચ મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે-તે કાંઈ સંયમ નથી એ તો બધો રાગ છે બાપુ! જેમ જીવાદિ નવતત્ત્વની દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા સમકિત નથી (રાગ છે) તેમ છ કાયની દયા વગેરે પાળવાના વિકલ્પ પણ સંયમ નથી. અંદર જ્ઞાનાનંદસ્વરૂપી નિત્યાનંદ પ્રભુ પોતે ભગવાન છે, ઉપયોગ ત્યાં જ રમે અને ત્યાં જ જામે એનું નામ સંયમ છે. એનું નામ ચારિત્ર છે. અહાહા..! ઉપયોગ સ્વરૂપમાં રમે ત્યાં પ્રચુર અતીન્દ્રિય આનંદનું પરિણમન થાય તેનું નામ સંયમ છે. જ્ઞાનનું જ્ઞાનમાં રમમાણ થવું તે સંયમ છે.
(૧૦-૧૮૯) (૭૮૬) ચારિત્ર તો બાપુ! પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને પ્રગટ થાય છે. (પુણ્ય-પાપને) દૂર કરવામાં બે પ્રકાર સમજવા
૧. શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ જે મિથ્યાત્વ તેને દૂર કરે છે, અને ૨. શુભાશુભ ભાવને પણ યથાસંભવ દૂર કરે છે.
લ્યો, આમ શુભાશુભ ભાવને દૂર કરે છે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે. હવે આમ છે ત્યાં શુભ કરતાં કરતાં ચારિત્ર થાય એ વાત ક્યાં રહી? ભાઈ ! આ તો મારગ જ વીતરાગનો જુદો છે બાપુ!
(૧૦-૨૦૦) (૭૮૭) અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ છે. તેમાં જ રમણ કરવું તે ચારિત્ર-દશા છે. અહો ! ધન્ય તે દશા ! જેમાં ભેદનો વિકલ્પ પણ છૂટી ગયો એવી અત્યંત નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ત્યાં ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને છોડવાયોગ્ય સર્વ છોડ્યું. અહાહા...! પોતે અંદર જિનસ્વરૂપ છે, તેમાં અંતર-એકાગ્ર થઈ લીન થતાં જિનદશા પ્રગટ થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. ભાઈ ! અને તેની આ જ રીતે છે બાપુ! જિનદશા કાંઈ બહારથી નથી આવતી. (૧૦-૨૧૪)
(૭૮૮) અંદર આત્માનું શ્રદ્ધાન થયા પછી અંતર્લીનતા થતાં અહારાદિનો વિકલ્પ ઊઠતો નથી તેનું નામ સંયમ છે. માત્ર બાહ્ય ત્યાગ તે સયંમ નથી. યાવ-જીવન બાહ્ય ત્યાગ હોવા છતાં ભગવાને તેમને સંયમ કહ્યો નથી, કેમકે સંયમ સ્વસ્વરૂપમાં લીનતા- રમણતાનું નામ છે.
અરે! લોકોને સંયમ શું ચીજ છે એની ખબર નથી. સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટયા પછી નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં અધિક-અધિક લીનતા-રમણતા થવી, અતીન્દ્રિય આનંદની ભરપુર જમાવટ થવી તેને સંયમ કહે છે.
(૧૦-૨૩૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com