________________
સમ્યક્ચારિત્ર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૫
૧. શરીર, મન, વાણીની ક્રિયા તે જડની ક્રિયા છે; તેને આત્મા કરતો નથી.
૨. પુણ્ય-પાપના ભાવ થાય તે વિભાવ ક્રિયા છે, તે દુ:ખરૂપ છે; જ્ઞાનીની વૃત્તિ તે ક્રિયાથી નિવૃત્ત છે.
૩. વિભાવથી ભિન્ન પડી અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે સ્વભાવ ક્રિયા છે, ધર્મની ક્રિયા છે. આનું નામ ચારિત્ર છે......
જુઓ, આ અંત૨–૨મણતાની ચારિત્રની વાત છે. સમ્યગ્દર્શન પછી અંદર જેને સ્વરૂપરમણતાની જમાવટ થઈ છે તે એવો તૃપ્ત-તૃપ્ત થયો છે કે ભાવના કરતાં કરતાં જાણે સાક્ષાત્ કેવળી જ થયો હોય. હવે તેને સ્વસ્વરૂપમાંથી બહાર નીકળવું જ ગમતું નથી; અનંતકાળ સ્વરૂપમાં જ રહેવા ચાહે છે. પં. જયચંદજી કહે છે તે યોગ્ય જ છે, કેમકે આ જ ભાવનાથી કેવળી થાય છે. વ્રત, તપ, આદિ ક્રિયાકાંડના વિકલ્પથી કાંઈ કેવળજ્ઞાન પ્રગટતું નથી, સ્વરૂપનો અનુભવ, તેનો અભ્યાસ અને સ્વરૂપરમણતાની જમાવટ-બસ આ જ એક ઉપાય છે.
( ૧૦–૧૬૨ )
( ૭૮૨ )
વ્રત ? કોને કહીએ વ્રત ? અહાહા...! સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળ પોતે છે તેનું ભાન થઈ તેમાં જ રમણતા કરે, નિજાનંદસ્વરૂપમાં જ વિંટાઈને લીન થઈ જાય તેનું નામ વ્રત-નિશ્ચયવ્રત છે. વ્રત કહો કે પચખાણ કહો, બધું આત્મા જ છે ભાઈ! આ સિવાય વ્યવહારના વિકલ્પ બધો રાગ છે, દુઃખ છે, નિશ્ચયે વ્રત નથી. (૧૦–૨૦૩)
( ૭૮૩
અહાહા...! જ્ઞાની કહે છે-હું તો ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા છું. જ્ઞાનાનંદ–સ્વભાવ તે તારું સ્વરૂપ છે. રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. તેથી રાગનો હું સ્વામી નથી. શું કીધું? રાગ છે, પણ રાગનો જ્ઞાની સ્વામી નથી. સ્વામીપણે જ્ઞાની રાગને ભોગવતો નથી. જ્ઞાની તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન છે અને નિજ સ્વરૂપથી જ ખરેખર તે તૃપ્ત છે, પરિતૃત છે.
‘વરિત વસ્તુ ધો' એમ કહ્યું છે ને? અહાહા...! મોક્ષનું કારણ એવા એ ચારિત્ર નામ ધર્મની અહીં વ્યાખ્યા છે. કહે છે-જે કર્મફળને ભોગવતો નથી એવો જ્ઞાની ખરેખર પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. કેવો તૃક્ષ છે? કે તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશાંતરને તે પામે છે.
હવે આમાં વ્રત, તપ, ભક્તિ, જાત્રા-તે ચારિત્ર એમ કર્યાં વાત છે? અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર બેદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેને સાક્ષાત્ અનુભવમાં લઈ તેમાં જ ઠરી જવું તે ચારિત્ર છે. અહાહા...! જેનું ફળ પૂરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com