________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્યશ્ચારિત્ર
૨૭૩
લીનતારૂપ શુદ્ધોપયોગ પ્રગટ કરે તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરે-૨મે તે ચારિત્ર છે. સ્વરૂપમાં રમણતારૂપ શુદ્ધોપયોગ છે અને તે ચારિત્ર છે. જ્યારે શુભાશુભભાવ અશુદ્ધોપયોગ છે અને તે અચારિત્ર છે. અહીં કહે છે-શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ છેદાય છે, શુભરાગથી નહિ. અરે! લોકોને બિચારાઓને આનો અભ્યાસ નથી એટલે ક્રિયાકાંડના રાગમાં જ બધો કાળ વ્યર્થ ગુમાવી દે છે! પરંતુ ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વર શું કહે છે અને કઈ સ્થિતિએ બંધ છેદાય છે તે યથાર્થ જાણવું જોઈએ. એ સિવાય જન્મ-મરણના અંત કેમ આવશે પ્રભુ ?
( ૭–૯૧ )
(૭૪૮ )
આ શાસ્ત્ર પોકાર કરીને કહે છે ને! ભાઈ! એ રાગનું આચરણ સદાચરણ નથી પણ અસદાચરણ છે. સદાચરણ તો સત્ સ્વરૂપ એવા સચ્ચિદાનંદમય ભગવાન આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન અને એમાં લીનતા-રમણતા કરવી તે છે. બસ, આમ છે છતાં અજ્ઞાની પોતે જે શુભાચરણ કરે છે તેને ધર્મ માને છે! છે વિપરીતતા ! ભાઈ ! અહીં તો એમ કહેવું છે કે–જેને સ્વરૂપાચરણ પ્રગટયું છે એવો સમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગમાં છે જ્યારે જિનાજ્ઞા પ્રમાણે પંચ મહાવ્રત આદિ પાળનારો મિથ્યાદષ્ટિ બંધમાર્ગમાં સંસારમાર્ગમાં છે, દુઃખના કલેશના પંથે છે........
મહાવ્રત ને તપ ભાર છે, બોજો છે; કેમકે એ બધો રાગ છે ને! રાગ છે માટે કલેશ છે અને ક્લેશ છે તો બોજો છે. તેમાં સહજાનંદસ્વરૂપ પ્રભુ આત્માના આનંદની પરિણિત ક્યાં છે? માટે તે બોજો છે, ભાર છે. અહાહાહા... ! અહિંસાદિ વ્રતના પરિણામ, સમિતિ, ગુપ્તિ, એકવાર ભોજન કરવું, નગ્ન રહેવું ઇત્યાદિ બધો વ્યવહાર છે તે રાગ છે, ભાર છે, બોજો છે........
જુઓ, કોઈ આઠ વર્ષે દીક્ષા લે અને કરોડો પૂર્વનું આયુષ્ય હોય ને ત્યાં સુધી મહાવ્રત ને તપ કરી કરીને તૂટી મરે તોય તેને કલેશ છે, ધર્મ નથી-એમ કહે છે. કેમ! કેમકે તે જિનાજ્ઞા પ્રમાણે વ્યવહાર તો પાળે છે પણ તેને અંતર્દષ્ટિ નથી, આત્મદૃષ્ટિ નથી.
( ૭–૨૦૧ )
(૭૪૯ )
અન્યમતિ હો કે જૈનમતી ( જૈનાભાસી ) હો; આત્માના સમ્યગ્દર્શન વિના અહાહાહા...! અંદર નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા વિરાજે છે તેની પ્રતીતિ ને ભાન વિનાતેઓ જે કાંઈ આચરણ (વ્રતાદિ) કરે તે ક્લેશ છે, ધર્મ નથી. આ વાત શ્રી અમૃતચંદ્રાચાર્યે મોટેથી પોકારીને ખુલ્લી-પ્રગટ કરી છે. આ કાંઈ બાંધીને (ગુપ્ત) રાખી નથી. કહે છે-જેણે આનંદના નાથને જાણ્યો નથી, તેને મોહનિદ્રામાંથી જગાડયો નથી તે ગમે તેવાં અને ગમે તેટલાં વ્રતાદિ-ક્રિયાકાંડના આડંબર કરે તોપણ તેનો મોક્ષ થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com