________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
અધ્યાત્મ વૈભવ ૧. સ્વપરનું જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાની છે. ૨. સ્વપરના એકત્વશ્રદ્ધાનથી જીવ મિથ્યાદષ્ટિ છે. ૩. પરિણતિને છોડી રાગ અને પુણ્યની પરિણતિરૂપે પરિણમે તે અસંયત છે.
ઓહો ! ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાનસ્વભાવમય છે. તેના આશ્રયે પ્રવર્તે કે જ્ઞાનમય પરિણતિ છે. એનાથી ભિન્ન “રાગ તે હું છું” –એમ પ્રવર્તે તે રાગમયપરિણતિ છે. રાગમય પરિણતિ છે તે સ્વપરની એકત્વપરિણતિ છે. ભલા જાણી દયા, દાન, વ્રતાદિ શુભરાગના આચરણરૂપ પ્રવર્તે તે રાગમય પરિણતિ છે. તેને સ્વપરની એકત્વપરિણતિરૂપ કહે છે. જ્યાં સુધી સ્વપરની એકત્વપરિણતિરૂપ જીવ પરિણમે છે ત્યાં સુધી તે અસંયત છે. આવી વાત છે.
(૯-૫૫), (૭૬૧) નિજપરમાત્મદ્રવ્યનું અનુસરણ એનું નામ ચારિત્ર છે. મહાવ્રતાદિ પાળવાં એ ચારિત્ર એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો ચિદાનંદઘન એવું જ સ્વરૂપ તેમાં ચરવું-રમવું એનું નામ સમ્યક્રચારિત્ર છે. ઓહો ! અંદર આનંદનો નાથ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપે વિરાજે છે તેને અનુસરીને ચરવું, તેમાં રમવું અને તેમાં જ ઠરવું એને આત્મચરણ નામ સમ્યક્રચારિત્ર
પૂર્વે અનંતકાળમાં અનુભવી નથી એવી અપૂર્વ-અપૂર્વ વાતો છે. ભાઈ ! તું એકવાર રુચિથી સાંભળ. અહીં કહે છે-જેણે અંતરમાં આત્માને ભાળ્યો છે, હું આ છું-એમ પ્રતીતિમાં લીધો છે એવો સમકિતી ધર્મી પુરુષ એને જ (આત્મદ્રવ્યને જ) અનુસરીને એમાં રમે એનું નામ સમ્યક્રચારિત્ર છે. જેણે પોતાનું અંત:તત્ત્વ શું છે એ ભાળ્યું નથી, શ્રદ્ધયું નથી તે રમે તો શેમાં રમે ?
(૯-૧૨૭) (૭૬ર) જ્ઞાનદર્શનગુણનો પિંડ એવા ભગવાન આત્માનો પરના અને રાગના ત્યાગ સ્વરૂપ સ્વભાવ છે. અહાહા..! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પરના-રાગના અભાવસ્વભાવરૂપ છે. અહીં રાગ કરવો એ તો નહિ, રાગનો ત્યાગ કરવો એય આત્મામાં નથી. ભાઈ ! કોઈ પરનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. અહીં કહે છે–પરનાં ગ્રહણત્યાગ એ આત્માનો સ્વભાવ નથી; જડ રજકણોને ગ્રહવાં-છોડવાં એ આત્માના સ્વરૂપમાં છે જ નહિ. સમજાય છે કાંઈ...?
અહીં તો વિશેષ વાત આ છે કે રાગનો ત્યાગ કરવો એ આત્માનું સ્વરૂપ નથી. ભાઈ ! અહીં ચારિત્રની વાત ચાલે છે. અરે ! ચારિત્ર કોને કહેવું એ લોકોને ખબર નથી. કહે છે કે-આત્મા પરના અને રાગના ત્યાગરૂપ (અભાવરૂપ) સ્વભાવ વાળું દ્રવ્ય છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ વાત ક્યાં રહી? રાગના અભાવરૂપ આત્માનો સ્વભાવ છે. જ્યાં, ત્યાં રાગનો ત્યાગ એ ક્યાં રહ્યું? બાપુ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com