________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્મચારિત્ર
૨૮૧ તાથી ખસીને-નિવર્તીને સ્વભાવમાં પ્રવર્તપુરમવું-લીન થવું તે આલોચના છે અને તે જ ભૂત અને ભાવિ કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. આ ચારિત્રની વિધિ છે. ભાઈ ! વ્રત, ભક્તિ, દયા ઇત્યાદિ પાળવારૂપ જે ભાવ થાય છે તે અસ્થિરતા છે. તેનાથી તો ખસવાની-નિવર્તવાની વાત છે, તેને જતું સંયમ ને ચારિત્ર માનવા લાગે એ તો મહા વિપરીતતા છે. મુનિરાજને નિશ્ચય ચારિત્ર સાથે તે વ્યવહાર સહચરપણે ભલે હો, પણ તે ચારિત્ર નથી, તે ચારિત્રનું કારણ પણ વાસ્તવમાં નથી. ખેરખર તો તે અસ્થિરતાથી ખસી સ્વરૂપ-સ્થિરતા જે થાય તે જ ચારિત્ર છે.
અહીં તો ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ સત્ય સાહ્યબો પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર જે વિરાજ્યો છે તેનું ભાન થયા પછી જે અસ્થિરતાના પુણ્ય-પાપના ભાવ છે તેનાથી નિવર્તી અંદર સ્વરૂપમાં લીનતા-જમાવટ કરે છે તે આત્મા પોતે ચારિત્રરૂપ થાય છે એમ વાત છે. ધીમે ધીમે સમજવું ભાઈ ! અરે ! અનંતકાળમાં એ સત્ય સમજયો નથી ! શું થાય ? સમજવાનાં ટાણાં આવ્યાં તો શુભમાં રોકાઈ પડયો !
(૧૦-૭૮) (૭૭૦). અહાહા...! કહે છે- “જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો” ... , અહા ! જ્ઞાનસ્વભાવ તો જાણવારૂપ છે પ્રભુ! જેની સત્તામાં એ જાણવું થાય છે તે ચેતન છે. ખરેખર તે ચેતનની સત્તાને જ જાણે છે. અહા ! જેની સત્તામાં પદાર્થોનું હોવાપણું જણાય છે તે ચેતનસત્તા છે. અહાહા....! જાણનારો છે તે ચેતન છે, અને જે જણાય છે તે પણ ચેતન છે (કેમકે ચેતનની પર્યાયમાં જ જાણવું થાય છે). આમ જાણનારો જાણનારને જ જાણે છે અને જાણતો થકો તેમાં જ ચરે છે, ઠરે છે એનું નામ ચારિત્ર છે.
અહાહા...! ભૂત, વર્તમાન, ભાવિ કર્મથી ખસી એક જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈ ઉપયોગ તેમાં જ સ્થિર થાય છે તે ચારિત્ર છે. તે ચારિત્રસ્વરૂપ સદાય પોતે પરિણમી રહ્યો છે. તેને વ્યવહાર પ્રતિક્રમણાદિનો કદીક વિકલ્પ ઊઠે છે, પણ તે દોષ છે. (૧૦-૭૯)
(૭૭૧) અહીં ચારિત્રની વ્યાખ્યા કરે છે. તો કહે છે-જ્ઞાનસ્વભાવ છે એ તો અબંધ સ્વભાવ છે, ને પુણ્ય-પાપના ભાવ છે તે બંધસ્વભાવ છે, કર્મસ્વભાવ છે; કેમકે તેઓ પૂર્વ કર્મના નિમિત્તે થાય છે, ને પોતે નવાં કર્મનું નિમિત્ત છે. તેથી પુણ્ય-પાપથી નિવર્તી, ત્રણે કાળના કર્મથી પાછા ફરી એક જ્ઞાનસ્વભાવમાં ચરવું-વિચરવું તે ચારિત્ર છે અને તે મોક્ષમાર્ગ છે. હવે આવી વાત દિગંબર ધર્મ સિવાય બીજે ક્યાં છે.
(૧૦-૮૦) (૭૭ર). ૧. વર્તમાન પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં પૂર્વના કર્મથી પાછો ફર્યો તે પ્રતિક્રમણ
છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com