________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
અધ્યાત્મ વૈભવ ૨. પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં તેનું કાર્ય જે કર્મ તેનાથી પાછો ફર્યો તે પ્રત્યાખ્યાન છે.
૩. વર્તમાનમાં પુણ્ય-પાપનું કારણ જે કર્મનો વિપાક તેનાથી પાછો ફર્યો તે આલોચના
આ રીતે તે આત્મા સદા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના કરતો થકો, પોતાના જ્ઞાનસ્વભાવમાં જ ચરતા હોવાથી ચારિત્ર છે, અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે. (૧૦-૮૦)
(૭૭૩) અહા ! તારો આત્મા રાગ અને રજકણથી ભિન્ન અંદર બિરાજી રહ્યો છે. પ્રભુ! તેમાં તું જાને! તેમાં એકાગ્ર થઈને ત્યાં જ રમને પ્રભુ! તને શુદ્ધિ ઉત્પન્ન થઈને શુદ્ધિની વૃદ્ધિ થશે. ભગવાને એને ચારિત્ર કહ્યું છે. ભાઈ ! આ તારાં અન્ત અનંત દુઃખ નિવારવાનો ઉપાય છે. બાકી તું ત્યાગી થાય, સાધુ થાય અને બહારમાં નગ્ન દિગંબર દશાને ધારે પણ વ્રતાદિના રાગમાં એકત્વ કરે તો, કહે છે, બંધ દોડતો થકો શુદ્ધિને રોકી દે છે. ભાઈ ! બહારમાં પંચમહાવ્રત પાળે માટે ચારિત્ર પ્રગટ થાય એમ માર્ગ નથી. લોકોને વાત બહુ આકરી લાગે પણ માર્ગ જ જ્યાં આવો છે ત્યાં શું કરીએ? માટે રાગની-વ્રતાદિના રાગની ભાવના છોડીને શુદ્ધોપયોગની ભાવના કર. અંદર ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ ભગવાન પૂરણ પ્રગટ વિરાજી રહ્યો છે તેની ભાવના કર, તેમાં એકાગ્ર થા, અને તેમાં જ રમણતા કર. આ મારગ છે. ભાઈ ! ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનો ઇન્દ્રો અને ગણધરોની સભામાં આ પોકાર છે. અહાહા...!
(૧૦-૮૬) (૭૭૪) અરે ભાઈ! રાગનો એક કણિયો પણ તને કામ આવે એમ નથી, તારા હિતરૂપ નથી. અહાહા...! જ્ઞાનાદિ અનંત ગુણનો સમુદ્ર પ્રભુ અંદર આત્મા છે તેને જેણે રાગથી ભિન્ન પડી સંભાળ્યો અને તેમાં જ જે એકાગ્ર થયો, લીન થયો, નિમગ્ન થયો તેને ધર્મ થયો, મોક્ષનો મારગ થયો અને ચારિત્ર થયું. પરંતુ નિજ જ્ઞાનાનંદ સ્વરૂપને છોડીને ભલે કોઈ રાજ્ય છોડ, રણવાસ છોડ, ભોગ છોડે, પરંતુ જો શુભરાગની વાસના છે તો તેને મોહકર્મ દોડતું આવીને બાંધે છે, તેને સંસાર જ ફળે છે.
અહાહા...! રાગની એકતાને તોડી જે અંદર આનંદની ખાણને ખોલે છે તે સમકિતી છે અને તેમાં જ વિશેષ લીન થાય છે તે ચારિત્રવત છે. આવો મારગ છે. (૧૦-૮૬)
(૭૭૫) ત્રિકાળનું સમસ્ત કર્મ નામ શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથી–મનથી, વચનથી, કાયાથી, હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ એક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com