________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮O
અધ્યાત્મ વૈભવ (૭૬૫). અહાહા...! અંદર અનંત ગુણથી ભરેલો નિર્મળાનંદ ચૈતન્યબિંબ પ્રભુ ભગવાન આત્મા છે. આવા આત્માનું ભાન થઈને ચારિત્ર પ્રગટ થાય તેની દશા રાગદ્વેષથી રહિત હોય છે. બહારમાં દેહની દશા વસ્ત્રરહિત હોય છે અને અંદરમાં ચૈતન્યનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત હોય છે. પૂનમે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયો પૂરણ ઊછળે તેમ કેવળજ્ઞાનમાં પૂરણ આનંદની ભરતીથી આત્મા ઉછળે છે. અહીં હજુ ચારિત્રની વાત છે. તો કહે છેચૈતન્યનું તેજ રાગદ્વેષ રહિત થઈને ઘણું જ ખીલી ગયું છે અને જેમાં પ્રચુર આનંદનું વેદન થાય છે તેનું નામ ચારિત્ર છે.
(૧૦-૬૦) (૭૬૬ ) અહીં કહે છે-જેને રાગદ્વેષ ગયા અને પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. અહાહા...ચૈતન્યમૂર્તિવીતરાગમૂર્તિ પ્રભુ આત્માનું જેને ગાઢ સ્પર્શન-વેદન થયું છે અને જેને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણેકાળના કર્મનું મમત્વ ગયું છે તે સ્વરૂપમાં ઠરવારૂપ ચારિત્ર અંગીકાર કરે છે. અહા ! આવું ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! પંચ પરમેષ્ઠીપદમાં જેનું સ્થાન છે, જેમાં પ્રચુર આનંદની દશા અનુભવાય છે અને જેમાં સ્વરૂપરમણાનું અતિશય તેજ પ્રગટ છે એવું ચારિત્ર લોકમાં ઉત્તમ પદાર્થ છે.
(૧૦-૬૩). (૭૬૭) આ સમ્યગ્દર્શન ઉપરાંત ચારિત્રની વાત છે. સ્વરૂપમાં ઠરી જાય ત્યારે તેને પુણ્ય પાપના ભાવ છૂટી જાય તેને ચારિત્ર કહીએ. ભૂતકાળના પુણ્ય-પાપથી છૂટવું, ભવિષ્યના પુણ્ય-પાપથી છૂટવું અને વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવથી છૂટવું અને નિજાનંદ સ્વરૂપમાં લીન-સ્થિર થવું તેને ભગવાન ચારિત્ર કહે છે.
(૧૦-૭૧) (૭૬૮) અરે ભાઈ! સંયમ કોને કહેવાય એની તને ખબર જ નથી. “સંયમ' શબ્દમાં તો સમ્+યમ્’ શબ્દો છે. - સમ્ નામ સમ્યફ પ્રકારે યમ અર્થાત્ સમ્યગ્દર્શન પૂર્વક યમ તેને સંયમ કહે છે. આત્મા પૂરણ પરમસ્વભાવભાવ વસ્તુ છે તેની અંતરમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ થતાં નિજ સ્વભાવભાવમાં જ વિશેષ વિશેષ લીન-સ્થિર થવું તે સંયમ છે, ચારિત્ર છે, અને તે મોક્ષમાર્ગ છે. આવી વાત છે ભાઈ ! તને રાગની ક્રિયામાં સંયમ ભાસે છે તે મિથ્યાભાવ છે.
(૧૦-૭૮) (૭૬૯) જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે તેને હજૂ અસ્થિરતાના ભાવ છે. આ અસ્થિર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com