________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્મચારિત્ર
૨૭૭ સમ્યગ્દર્શન નથી પણ ત્રિકાળી શુદ્ધ આત્મા સમ્યગ્દર્શનનું ધ્યેય છે. અહા ! સાચો (નિશ્ચય) મોક્ષમાર્ગ પણ ધ્યેય નથી તો વ્યવહારના વિકલ્પ તો કાંઈ છે જ નહિ, એ તો બંધનું જ કારણ છે.
(૮-૨૭૪ ). (૭૫૮) અહા ! મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે તેનો છે જીવ-નિકાય આશ્રય નથી. કેમ ? કારણ કે તેના એટલે કે છે જીવનિકાયની દયાના સદ્ભાવમાં પણ શુદ્ધ આત્માના અભાવને લીધે અભવ્યોને ચારિત્રનો અભાવ છે. અહા! અભવ્યને જ જીવ-નિકાયની દયાના પરિણામ બરાબર હોય છે પણ એને ચારિત્ર કદીય હોતું નથી. કેમ? કેમકે શુદ્ધ આત્માનો તેને અભાવ છે, અર્થાત્ તેને કદીય શુદ્ધ આત્માનો-જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના ભગવાનનો-આશ્રય થતો નથી. અહા ! એ છ કાયમી દાયા પાળે, એકેન્દ્રિય લીલોતરીનો દાણો પણ હણાય તો આહાર ન લે, પાણીનું એક બિંદુ જેમાં અસંખ્ય જીવ છે એને હણીને કોઈ ગરમ પાણી એના માટે બનાવે તો એ પ્રાણ જાય તોય ન લે. અહા ! આવો એને દયાનો ભાવ હોય છે, પણ એને ચારિત્ર નથી કેમકે શુદ્ધ આત્માના આશ્રયનો અને અભાવ છે.
(૮-૨૮૫) (૭૫૯). જેને મોક્ષના કારણભૂત ચારિત્ર કહીએ તેનો આશ્રય એક શુદ્ધાત્મા જ છે, છે જીવનિકાય નહિ. અહાહા..! અંદર શુદ્ધ ચૈતન્યસકંદ પ્રભુ આત્મા છે તે એકમાં જ ચરવું-રમવુંઠરવું એનું નામ ચારિત્ર છે.
અત્યારે તો કોઈ લોકો કહે છે કે-અઠ્ઠાવીસ મૂલગુણ પાળે-એ શુભથી શુદ્ધ ઉપયોગ થાય. ' અરે ભાઈ ! (મૂળગુણના) શુભભાવની-રાગની દિશા તો પર તરફ છે, ને આ ચારિત્રની દિશા સ્વ તરફ છે, હવે પર તરફની દિશાએ જતાં સ્વ તરફની દિશાવાળી દશા કેવી રીતે થાય? અહા! રાગમાંથી વીતરાગતા કેમ થાય? રાગમાં દુઃખમાં રહેતાં અતીન્દ્રિય સુખ કેમ પ્રગટે? બાપુ! અતીન્દ્રિય સુખ તો અતીન્દ્રિય સુખનો સાગર ચિદાનંદઘન પ્રભુ આત્માના એકના આશ્રયે જ પ્રગટ થાય છે એમ અહીં કહે છે.
(૮-૨૯૦). (૭૬૦) જીવ સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે. શું કીધું? રાગ સાથે એકમેક થઈ પ્રવર્તે તે સ્વપરની એકત્વપરિણતિ છે અને તે વડે જીવ અસયત છે. એટલે શું? કે તે વ્રતી નથી, સંયમી નથી અને સમકિતી પણ નથી. વિના સમ્યગ્દર્શન જ્યાં સુધી એકલી રાગમય પરિણતિ છે ત્યાં સુધી જીવ અસંયત છે.
આ પ્રમાણે ત્રણ બોલ આવ્યાઃ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com