________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
અધ્યાત્મ વૈભવ અભાવ હોવાથી એ બધું એને અચારિત્ર નામ અશાંતિ-દુ:ખ જ છે. અહા ! જેમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ નથી તે વ્યવહારચારિત્ર દુઃખ જ છે.
(૮-૨૩૮) (૭૫૬) - “શુદ્ધ આત્મા ચારિત્ર છે. ' એમ કહ્યું? કારણ કે શુદ્ધ આત્મા ચારિત્રનો આશ્રય છે. આહાહા.. ! પરમ પવિત્ર ત્રિકાળી એક શુદ્ધજ્ઞાયકભાવમય સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ચારિત્રનો આશ્રય છે. આ વીતરાગભાવરૂપ નિશ્ચય ચારિત્ર છે.
પહેલાં “છ જીવ-નિકાય ચારિત્ર છે” એમ કહ્યું એ વ્યવહાર ચારિત્રની વાત છે કેમકે એનો આશ્રય ભગવાન આત્મા નથી પણ છે જીવ-નિકાય છે. ખરેખર જે આ વ્યવહાર ચારિત્ર છે તે વિકલ્પ છે, રાગ છે, બંધની પંક્તિમાં છે. જ્યારે આ વીતરાગ પરિણતિરૂપ નિશ્ચય ચારિત્ર છે તેનો આશ્રય-નિમિત્ત સ્વસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મા છે. તે અબંધ છે, મોક્ષનું કારણ છે. અહાહા...! સ્વસ્વરૂપના અવલંબને અતીન્દ્રિય આનંદરૂપી અમૃતરસથી છલકાતું-ઉભરાતું જે અંતરમાં પ્રગટ થાય છે તે નિશ્ચયચારિત્ર મોક્ષનું કારણ છે, પણ છે જીવનિકાયના વિકલ્પરૂપ વ્યવહારચારિત્ર છે તે મોક્ષનું કારણ નથી, પણ બંધનું કારણ છે.
જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહારના વિકલ્પ આવે છે પણ તે નિષેધ કરવાયોગ્ય જ છે. આવી વાત છે?
(૮-૨૭૩) (૭પ૭). અહાહા...! કહે છે- “શુદ્ધ આત્મા ચારિત્ર છે. ' ચારિત્રનો આશ્રય શુદ્ધ આત્મા છે ને? અહાહા...! એની રમણતાનો આશ્રય-નિમિત્ત આનંદમૂર્તિ પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે ને? તેથી કહ્યું કે “શુદ્ધ આત્મા ચારિત્ર છે.
તો પંચમહાવ્રતના પરિણામ ચારિત્ર છે કે નહિ?
પંચમહાવ્રતના પરિણામ ને છ કાય-જીવની અહિંસાના ભાવ એ ચારિત્ર નહિ, અચારિત્ર છે. એવો વ્યવહાર છે ખરો, પણ તે ચારિત્ર નથી. અહા! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન–અનુભવ થાય તે ચારિત્ર આ વ્યવહાર નહિ. જ્ઞાનીને એ વ્યવહાર હોય છે પણ એને એ માત્ર જાણવાલાયક-જાણેલો પ્રયોજનવાન છે. જ્ઞાની તેમાં તરૂપ-એકમેક નથી. અજ્ઞાની એ વ્યવહારમાં તપ-એકમેક થઈ ગયો હોય છે તેથી તે એને દીર્ઘ સંસારનું જ કારણ થાય છે.
અહા! નિશ્ચયચારિત્ર જે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ છે તેનો આશ્રય આનંદમૂર્તિ પ્રભુ શુદ્ધ આત્મા છે. ચારિત્રનું ઉપાદાન તો ચારિત્રની વીતરાગી પર્યાય પોતે છે, પણ એનું નિમિત્ત-આશ્રય ભગવાન ત્રિકાળી શુદ્ધ આત્મા છે. આવો મારગ છે ભાઈ ! મોક્ષનો મારગનો આશ્રય મોક્ષનો મારગ નથી, પણ એનો આશ્રય ધ્યેય ભગવાન આત્મા છે. ૩૨૦ મી ગાથામાં આવે છે કે સમ્યગ્દર્શનનું ધ્યેય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com