________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
અધ્યાત્મ વૈભવ
અહાહા...! આ જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, સમસ્ત રાગના રોગથી રહિત એવું નિરામય છે અને જે પોતાને પોતાથી વેદનમાં આવે તેવું છે એવું આ જ્ઞાન, જ્ઞાનગુણ વિના, પ્રત્યક્ષ સ્વસંવેદનજ્ઞાન વિના, બીજી કોઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. અહાહા...! પરમ વીતરાગી જે મોક્ષદશા છે તેને જ્ઞાનગુણ વિના, મહાવ્રતાદિ કલેશના કરનારા અજ્ઞાનીઓ બીજી કોઈ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. જુઓ, આ લખાણ આચાર્યદેવના છે કે કોઈ બીજાના (સોનગઢના ) છે? ભાઈ ! તને માઠું લાગે તો માફ કરજે; ક્ષમા કરજે; પણ આ સત્ય છે.
( ૭–૨૦૨ )
( ૭૫૦)
બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા તેમાં ચરવું, રમવું ને ઠરવું તે બ્રહ્મચર્ય છે. આવી ઘણી બધી વ્યાખ્યા કરીને પછી દિગંબર સંત અતીન્દ્રિય આનંદના અનુભવનારા શ્રી પદ્મનંદી સ્વામી કહે છે-હે યુવાનો! તેમને વિષયના રસમાં મજા હોય અને અમારી વાણી તમને ઠીક ન લાગતી હોય તો માફ કરજો; અમે તો મુનિ છીએ. (મતલબ કે અમારી પાસે આ સિવાય બીજી શી વાત કરવાની હોય?) પ્રભુ! અમે તો તમને બ્રહ્મચર્યની એટલે આત્મરમણતાની વાત કરીએ છીએ. પણ યુવાનીના મદમાં-શરીર ફાફાટુ થતું હોય એના મદમાં–, અને વિષયના રસના ઘેનમાં આ શું વાત કરે છે? –એમ તને અમારી વાત ન રુચતી હોય તો ક્ષમા કરજે ભાઈ ક્ષમા કરજે બાપા! અમે તો વનવાસી મુનિ છીએ. અહા ! વનવાસી દિગંબર સંત આમ કહે છે! તેમ મારગ તો આ જ છે બાપા! તને ન ગોઠે તો ક્ષમા કરજે ભાઈ ! પણ · એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ. ’ ( ૭–૨૦૨ )
( ૭૫૧ )
અહો ! આચાર્યદેવ-નગ્ન દિગંબર સંત, અકષાયી શાંતિના સ્વામી-જગત-ને તેની ઋદ્ધિની જાહેરાત કરે છે. કહે છે-પ્રભુ! તારી ઋદ્ધિ તો જ્ઞાન અને આનંદ છે ને નાથ! તું જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મી છો ને પ્રભુ! અહા! રાગ પણ જ્યાં તારા સ્વરૂપમાં નથી ત્યાં આ બહારની ધૂળ (ધનાદિ સંપત્તિ) તારામાં ક્યાંથી હોય પ્રભુ! માટે કહે છે-એ બધાયનું લક્ષ મટાડી એક જ્ઞાનાનંદસ્વરૂપમાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને ત્યાં જ તુસ થા. અહાહા...! એમાં જ લીન, સંતુષ્ટ અને તુસ એવા તને ભગવાન! વચનથી અગોચર એવું સુખ થશે, વચનગમ્ય નહિ એવા અતીન્દ્રિય આનંદ અને શાન્તિ પ્રાપ્ત થશે. અહા! આ જ ( ૭–૨૧૯ )
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
( ૭૫૨ )
વ્રતી કોને કહીએ ? કે જેને મિથ્યાદર્શન ગયું છે. રાગની રુચિ છૂટી ગઈ છે, જે વ્યવહા૨૨ત્નત્રય હોય તેની પણ જેને રુચિ નથી અને સ્વસ્વરૂપના આનંદની જ જેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com