________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨
અધ્યાત્મ વૈભવ (૭૪૬) –મહાવ્રતના પરિણામ ચારિત્ર નથી પણ ચારિત્રનો દોષ છે, અને દોષ છે તેથી તે હેય છે. પણ રાગના-વ્યવહારના રાગી જીવોને આ વાત બેસતી નથી અને રાગ-વ્યવહારને જ ધર્મ જાણી તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમને અહીં કહે છે-રાગના રાગી જીવો અર્થાત્ પરદ્રવ્ય પ્રતિ રાગદ્વેષમોહવાળા જીવો રાગમાં જ સંતુષ્ટ રહી મહાવ્રતાદિ પાળે છે તો પાળો, અને ઉત્કૃષ્ટપણે ઉત્કૃષ્ટપણે હો-સમિતિનું આચરણ કરે છે તો કરો, તોપણ તેઓ પાપી જ છે. અહાહા...એકેન્દ્રિયને પણ દુ:ખ ન થાય એમ જઈએ ચાલે, નિર્દોષ આહાર-પાણી લે તથા હિત-મિત-વચન કહે ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિ પાળે તોપણ તે રાગના રાગી જીવો પાપી જ છે–બહુ આકરી વાત ભગવાન !
પ્રશ્ન:-- પાપી-અશુભભાવ કરનારો તો નવમી રૈવેયક જઈ ન શકે; જ્યારે આ (મહાવ્રતાદિનો પાળનારો) તો નવમી રૈવેયક જાય છે, તો પછી તેને પાપી કેમ કહ્યો?
ઉત્તર:-- ભાઈ ! પાપી નવમી રૈવેયક ન જાય એ સાચું અને આ પુણ્ય ઉપજાવીને જાય છે. પરંતુ નિશ્ચયથી તો પુણેય ખરેખર પાપ જ છે. યોગસારમાં દોહા ૭૧ માં યોગીન્દ્રસ્વામી કહે છે
“પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ,
પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” અહો ! કેવળીના કડાયતો એવા દિગંબરમુનિવરોએ તો, મહા ગજબનાં કામ કર્યા છે! તેમણે જૈનધર્મને ટકાવી રાખ્યો છે. આને મૂળ પાપ જે મિથ્યાત્વ તે ક્યાત છે. તેથી તે પાપી જ છે. હવે આવો કડવો ઘૂંટડો ઉતારવો કઠણ પડે, પણ ભાઈ ! જેમાં રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગ માર્ગ નથી.
(૭-૮૮) (૭૪૭) જ્ઞાનાનંદસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગ ચારિત્ર છે. પણ મહુવ્રતના પરિણામ કાંઈ ચારિત્ર નથી; ચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ પરિણામ છે. અજ્ઞાનીની વાતે-વાતે ફેર છે. અજ્ઞાની તો મહાવ્રતના-રાગના પરિણામને ચારિત્ર માને છે. પણ અહીં તો ત્રણ વાત કહી
૧. જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે. ૨. તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે. અને
૩. આવા શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે, પરંતુ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું ચારિત્ર નથી અને તે વડે બંધ કપાય છે એમ પણ નથી. અહો ! જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે!
કહે છે-જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન પ્રગટ થયા પછી તેમાં જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com