________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યફચરિત્ર
૨૭૧ વીતરાગનો લાભ થાય તે સામાયિક છે. આત્માના ભાન વિના (સ્વાનુભવ વિના) સાચું. સામાયિક હોતું નથી. એ જ પ્રમાણે ભગવાન આનંદના નાથને પોષવો તેનું નામ પોસહુ (પ્રૌષધ) છે. રાગનું પોસાણ છોડી, નિર્મળાનંદના નાથને દૃષ્ટિમાં લઈ એમાં પુષ્ટ થવું-સ્થિર થવું તે પોસહ છે. જેમ ચણાને પાણીમાં નાખતાં ફૂલે તેમ આનંદના નાથને દૃષ્ટિમાં લઈ તેમાં સ્થિરતા થતાં આત્મા પુર્ણ થાય તેને પોસહુ કહે છે. અજ્ઞાનીને સાચાં સામાયિક અને પોસહુ હોતાં નથી.
(૬–૩૫૦) (૭૪૩) વૈરાગ્ય એટલે કોઈ લૂગડાં ફેરવી નાખે વા નગ્ન થઈ જાય તે વૈરાગ્ય એમ નહિ; પણ અનાદિથી રાગમાં-પુણ્યના પરિણામમાં રક્ત હતો તે એનાથી નિવર્તતાં વિરક્ત થયો તે વૈરાગ્ય છે. પોતાની પૂર્ણ અતિની રુચિ થતાં જ્ઞાની રાગથી વિરક્ત થઈ જાય તેનું નામ વૈરાગ્ય છે.
(૭–૩૯) (૭૪૪) અરે ! આ સંસાર! માળવાધિપતિની રાણી એક અશ્વપાલથી યારી કરે! અરર! આ શું? શું આ સંસાર? આમ બહારથી વૈરાગ્યનું ચિંતવન હોય, પણ એ તો માત્ર મંદરાગની અવસ્થા છે અને તે ક્ષણિક છે. જેમાં ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન-શ્રદ્ધાન હોય અને જેમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે દશા સાચી અંતરવૈરાગ્યની દશા છે અને તેના બળથી અહીં જ્ઞાનીને સેવતો છતાં અસેવક કહ્યો છે. અહીં કહે છે-ભગવાન આત્માના આનંદનું જ્યાં ભાન થયું ત્યાં આખી દુનિયા પ્રત્યેની અશુદ્ધતાનો (અભિપ્રાયમાં સમસ્ત શુભ અશુભ ભાવોનો) ત્યાગ થઈ જાય છે અને તે સાચો વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય જેને પ્રગટ થયો છે તે સેવક છતાં અસેવક છે. જ્યારે મિથ્યાદષ્ટિ બહારનું બધું ત્યાગે છે, સ્ત્રી, કટુંબ આદિ છોડી બાવો થઈ જાય છે, પણ અંતર-અનુભવ વિના દષ્ટિ મિથ્યા છે, રાગની રુચિ છે તો તે અસેવક બહારથી સેવતો નથી છતાં પણ તે સેવક જ છે.
(૭-પર) (૭૪૫) પ્રશ્ન- - પણ ચરણાનુયોગમાં મહાવ્રતાદિનું વિધાન તો છે?
ઉત્તર- હા છે; પણ ચારે અનુયોગનો સાર વીતરાગતા જ છે, રાગ નહિ. પંચાસ્તિકાયની ગાથા ૧૭ર માં છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગના માર્ગમાં સર્વત્ર વીતરાગતાનું જ પોષણ છે. ચરણાનુયોગમાં પણ રાગનું પોષણ કર્યું નથી. તેમાં રાગને જણાવ્યો છે, પણ પોષણ તો વીતરાગતાનું જ કર્યું છે. ચરણાનુયોગમાં સાધકને વીતરાગપરિણતિ સાથે યથાસંભવ કેવો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે, તેનું પોષણ નહિ; પુષ્ટિ તો એક વીતરાગતાની જ કરેલી છે, અને એ જ વીતરાગનો માર્ગ છે. (૭-૮૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com