________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્યશ્ચારિત્ર
૨૬૯
સ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવાથી પ્રચુર અતીન્દ્રિય આનંદ જેની મહોર મુદ્રા છે એવો જે અનુભવ પ્રગટ થાય તે આત્માનો વૈભવ છે અને તે ચારિત્ર છે. આવું ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ કહ્યો તે પર્યાયની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. (૬-૧૭૯ )
( ૭૩૭ )
જુઓ, આ શુભાશુભ ભાવ છે તે ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી ભાવ છે. આ શરીરનું નગ્રૂપણું છે એ તો જડ માટીની-પુદ્દગલની દશા છે. અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે આસ્રવ છે. હવે એ આસ્રવ છે એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સિદ્ધસમાન પોતાનું જે સ્વરૂપ છે તે તે સ્વરૂપમાં રમણતા કરતાં ઉત્પન્ન થતો પોતાનો સમ૨સીભાવરૂપ પરિણામ છે, અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય એટલે શુભાશુભભાવ છે. આ વ્રતાદિના શુભભાવ તે ચારિત્રના રોકનાર છે. શુભભાવનો વ્યવહાર કહો, કષાય કહો કે ચારિત્રનો વિરોધી પરિણામ કહો-એ બધું એકાર્થવાચક છે. હવે આમ છે છતાં કેટલાક કહે છે-શુભભાવથી ચારિત્ર થાય છે. પણ જે ચારિત્રને રોકનાર છે તે ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે ? ભાઈ ! પુણ્યના ભાવ, શુક્લલેશ્યાના પરિણામ તો તેં અનંતવા કર્યા અને નવમી ત્રૈવેયક ગયો. પણ તેથી શું? અભવીને પણ શુક્લ લેશ્યાના પરિણામ તો હોય છે. એ ક્યાં મોક્ષના કારણરૂપ ચારિત્ર છે? અહીં તો કહે છે-એ (શુભભાવ) ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી છે. ભગવાનનો-જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી. (૬-૧૭૯ )
( ૭૩૮ )
પરમાત્મા ત્રિલોકનાથ કહે છે કે-આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ સદાય સિદ્ધ સમાન પરમેશ્વર છે; હમણાં પણ હોં. સિદ્ધમાં જેમ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પ્રગટ છે તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વભાવ સદા વિદ્યમાન છે. આવા સ્વભાવમાં અતંર્લીન થઈ રમવું અને પ્રચુર આનંદનો અનુભવ કરવો એનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષનું કારણ છે. તેને રોકનારો કષાય છે. કપૂ-એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે. (૬-૧૮૦)
( ૭૩૯ )
અરે! લોકો ચારિત્રને દુઃખરૂપ કહે છે! ચારિત્ર તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહે છે! પણ ભાઈ! એમ નથી. ચારિત્ર તો સહજ સુખરૂપ છે, એ તો અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે. એ દુઃખરૂપ કેમ હોય? ચારિત્રને દુઃખરૂપ માને એ તો મિથ્યાદષ્ટિ છે. છઢાલામાં કહ્યું છે ને કે–
Please inform us of any errors on rajesh@Atma Dharma.com