________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
અધ્યાત્મ વૈભવ (૭૩૩) તપ તો એને કહીએ જેમાં ભગવાન આત્મા, અંતર્મુખાકાર પરિણતિ વડે ઇચ્છાઓનો નિરોધ થવાથી અતીન્દ્રિય આનંદરસના-અમૃતના સ્વાદના અનુભવથી પરિતૃપ્ત હોય. આવી શુદ્ધ ચૈતન્યના પ્રતપનરૂપ આનંદની દશાને તપ કહે છે. અજ્ઞાનીનું તપ તો વૃથા કલેશ છે. ભાઈ ! વ્રત, તપ, શીલ, ઇત્યાદિ રાગમાં જે ધર્મ માને છે એને તો મિથ્યાત્વનું મહાપાપ થાય છે. ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં તો વીતરાગતા વડે જ ધર્મ કહેલો છે. રાગ વડે ધર્મ થવાનું માનનારા જિનમાર્ગમાં નથી; એમનો તો એ કલ્પિત માર્ગ છે, એ તો અજ્ઞાનીનો માર્ગ છે.
(૬-૧૨૫) (૭૩૪) જુઓ, આ ચારિત્ર સાચું કોને કહેવું? આત્મા જે જ્ઞાનસ્વરૂપે-આનંદસ્વરૂપે અંદર નિત્ય વિરાજે છે તેની અંતર્દષ્ટિ કરી તેમાં અંતર્લીન થતાં-રમણતા કરતાં જે અતીન્દ્રિય આનંદનુંશાંતિનું વદન થાય તે ચારિત્ર છે. “જ્ઞાનનું ચારિત્ર” –એમ કહ્યું ને? અહીં જ્ઞાન એટલે આત્મા; એટલે આત્માનું ચારિત્ર જે અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનસ્વરૂપ છે તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે. પંચમહાવ્રત આદિ જે પુણ્યના પરિણામ તે મોક્ષના કારણરૂપ સ્વભાવ નથી. એ તો શુભરાગ છે, કષાયરૂપી મેલ છે. એ પંચમહાવ્રતાદિના પરિણામ તો જ્ઞાનના ચારિત્રને ઢાંકી દે છે- ઘાત છે એમ કહે છે. હવે જે વાત કરે તે શું આત્માને લાભ (ધર્મ) કરી દે? (ન કરે ). ભાઈ ! પુણ્યના પરિણામ આત્માને લાભ કરે એમ જે માને છે એની તો મૂળ શ્રદ્ધામાં જ મોટો ફેર છે. એનું શ્રદ્ધાન વિપરીત છે તેથી એનું જ્ઞાન અને ચારિત્ર પણ વિપરીત એટલે મિથ્યા છે.
(૬-૧૫૦) (૭૩૫) - જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન એટલે આત્માનું અતીન્દ્રિય આનંદનું-શાંતિનું પરિણમન, પંચમહાવ્રતના પરિણામ એ કાંઈ આત્માનું ચારિત્ર નથી. એ તો રાગનું આકુળતારૂપ આચરણ છે. આત્માનું ચારિત્ર તો વીતરાગ-પરિણતિરૂપ છે. આવું વીતરાગી ચારિત્ર કષાયરૂપ કર્મ એટલે વ્રત, તપ, શીલ આદિરૂપ કર્મ વડે તિરોભૂત થાય છે. જે શુભભાવ છે તે આત્માના ચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ ચારિત્રને થવા દેતો નથી.
(૬-૧૫૪) (૭૩૬ ) અહીં કહે છે-સ્વરૂપમાં રમણતારૂપ જે ચારિત્ર પ્રગટ થયું તે ચારિત્રમાં અતીન્દ્રિય આનંદને ભોગવે છે. ચારિત્ર એને કહીએ જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું હોય. અહાહા...! ભગવાન આત્મા એકલા આનંદની ખાણ છે. એની પર્યાયમાં આનંદની પ્રકૃષ્ટ ધારા વહેવી તે ચારિત્ર છે. ત્રિકાળ નિર્મળાનંદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com