________________
૨૬૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
( ૭૨૮ )
લ્યો, આ આચરણ અને આ શરણ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું–રમવું તે આચરણ અને શરણ છે. ભાઈ! શુભભાવરૂપ આચરણ છે એ તો ઝેર છે, કેમકે તે અમૃતસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ છે અને બંધનું સાધક છે. તેથી મુનિઓ શુભાચરણરૂપ કર્મનો નિષેધ કરીને અંતરમાં નિર્વિકલ્પ આનંદરૂપી અમૃતનું વેદન કરે છે. આ જ મુનિનું સાચું આચરણ છે. વાત આકરી પડે, પણ થાય શું બાપુ? આની સમજણ અને એનું શ્રદ્ધાન પ્રથમ કરવું પડશે, અનુભવ તો પછી થશે અને અંદર સ્થિરતારૂપ ચારિત્રની વાત તો એ પછીની છે.
અહો ! મુનિની ચારિત્રદશા-અનુભવની સ્થિરતારૂપ દશા કોઈ અલૌકિક છે. ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે નિયમસારમાં એક કળશમાં (કળશ ૨૫૩) ત્યાં સુધી કહ્યું છે કેઅતીન્દ્રિય આનંદનમાં ઝૂલતા-૨મતા એવા મુનિ અને સર્વજ્ઞ-વીતરાગદેવમાં જે અંતર-તફાવત જુએ છે તે જડ છે. અહા! આવી વીતરાગી આનંદમય ચારિત્ર દશા છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે-મુનિ જે પોતાના ( -આત્માના આનંદમાં રમે એ એનું મોક્ષમાર્ગરૂપ આચરણ છે, પણ એને જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે જગપંથ છે. (સંસારમાર્ગ છે) ભાઈ ! ચારિત્રદા એ અંતરની ચીજ છે. ( ૬–૭૬ )
( ૭૨૯ )
અતીન્દ્રિય આનંદનો અનુભવ થવો એ ૫૨મ અમૃત છે. મુનિવરો પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે તે એમનું આચરણ (–ચારિત્ર) છે. શુભાચરણને નિષેધ્યું તો બીજું કાંઈ સાધન રહ્યું નહિ એમ જો કોઈ કહે તો એ બરાબર નથી. અંતર ચિદાનંદસ્વરૂપમાં આચરણ કરતું, રાગથી ભિન્ન પડેલું, જ્ઞાન પરમ આનંદરૂપી અમૃતનો જે અનુભવ કરે છે તે સાધન છે, શરણ છે. મુનિઓ એમાં રહે છે. જુઓ, આ મુનિપણું આ, ચારિત્ર અને આ મોક્ષનું સાધન છે...
મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે, ચોથે ગુણસ્થાને સ્વસંવેદન છે પણ એ જઘન્ય છે, અલ્પ છે. પાંચમે શ્રાવકને વિશેષ આનંદ છે અને છઠ્ઠ મુનિરાજને પ્રચુર સ્વસંવેદન છે. જેટલો સ્વસંવેદનરૂપ આનંદનો સ્વાદ છે તેટલું અચરણ છે. અહો! અંદર ચિદાનંદમય ત્રિલોકીનાથ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં-રમતાં-જામતાં જે પરમ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ આવે એનું નામ આચરણ અને મુનિપણું છે. સર્વજ્ઞદેવની દિવ્ય દેશનામાં અને સર્વજ્ઞદેવના શાસ્ત્રમાં-૫૨માગમમાં આ આવ્યું છે. (૬–૭૮ )
( ૭૩૦)
‘રાનાવિપરિહરનું ઘરİ' –એમાં તો એમ આવ્યું કે પુણ્ય અને પાપ એ બેયને છોડી અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. વીતરાગસ્વરૂપે જીવ છે અને એનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com