________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
અધ્યાત્મ વૈભવ જાણો ત્યારે પરભાવને ગ્રહણ કર્યો નહિ, રાગને પકડ્યો નહિ એને એનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. રાગમાં જે અસ્થિર થતો હતો તે થયો નહિ તેને ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. સત્યને સત્ય તરીકે રાખીને પ્રસિદ્ધ કરવા–પરમ સત્યની પ્રતીતિ કરાવવા કવી ગજબ શેલી લીધી છે એ તો જુઓ !
પરદ્રવ્યને પર તરીકે જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ ન થયું તે જ એનો ત્યાગ છે. રાગના જોડાણથી જ્ઞાનમાં જે અસ્થિરતા હતી તે જ્ઞાન, જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં ઠરતાં ઉત્પન્ન ન થઈ તેને પ્રત્યાખ્યાન કહે છે. માટે સ્થિર થયેલું જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ પ્રત્યાખ્યાનમાં નથી. જાણનાર ચૈતન્ય-સૂર્યમાં જ્ઞાન થંભી જાયસ્થિર થઈ જાય એ પ્રત્યાખ્યાન છે.
(૨-૧૬૭) (૭૨૨) ચૈતન્યસ્વભાવનું જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન ) થવું-આત્મજ્ઞાન થવું એ સમ્યજ્ઞાન છે, તેની પ્રતીતિ થવી કે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ આત્મા આ જ છે તે સમ્યગ્દર્શન છે, તથા વિકલ્પથી રહિત થઈને શુદ્ધ પરિણમન થવું તે ચારિત્ર છે. શુદ્ધતાનું પરિણમન અશુદ્ધતાના નાશ વિના થાય નહિ. અને અશુદ્ધતાનો નાશ શુદ્ધતાના પરિણમન વિના થાય નહિ. વસ્તુ છે એ તો ચૈતન્યસ્વભાવી વીતરાગતાની મૂર્તિ છે. છત્ઢાલામાં પણ આવે છે કે આત્મા વીતરાગવિજ્ઞાનસ્વરૂપ જ છે. એનો અનુભવ કરતાં પર્યાયમાં વીતરાગ-વિજ્ઞાનતા પ્રગટ થાય છે, અને તેમાં વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે. જે જ્ઞાન અસ્થિરતાને લીધે રાગમાં જોડાતું હતું તે ત્યાંથી ખસીને અંદર વીતરાગ-વિજ્ઞાનસ્વભાવમાં ઠરે છે તેને ચારિત્ર કહે છે.
(૨-૧૭૧) (૭૨૩) વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડની દષ્ટિ થતાં વીતરાગ-વિજ્ઞાનનો અંશ પર્યાયમાં આવે છે. અને એ વીતરાગ-વિજ્ઞાનની વધારે પુષ્ટિ-વૃદ્ધિ થતાં પચ્ચકખાણ થાય છે. પરંતુ મૂઢ અજ્ઞાની જીવ આ અંતરના આચરણને જાણતો નથી.
(૨-૧૭૧)
( ૭ર૪).
અહીં કહે છે કે-જેમ સાકર ગળપણસ્વરૂપ, અફીણ કડવાસ્વરૂપ અને મીઠું ખારાસ્વરૂપ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે. આવા જ્ઞાનસ્વભાવનું ભાન કરીને, શ્રદ્ધાન કરીને તેમાં ઠરવું તે પ્રત્યાખ્યાન છે. અને એ નિર્મળ વીતરાગ પરિણતિને જ ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. અહાહા! ત્રણે કાળ જેમાં જન્મ-મરણ અને જન્મ-મરણના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા છે. કોઈને એમ થાય કે આ શું કહે છે? પણ ભાઈ ! આ તો તારા નિજ ઘરની વાત છે. નિજઘરમાં તો જ્ઞાન અને આનંદના નિધાન પડ્યાં છે ને? આ શરીર તો હાડકાં અને માંસનું પોટલું પરચીજ છે. હિંસા, ચોરી આદિ પાપભાવ છે, અને દયાદાનના ભાવ પુણ્ય છે. આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com