________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્યશ્ચારિત્ર
૨૬૩
હું છું. અને રાગ-ગમે તેવો મંદ હો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો હો કે વ્યવહા૨ રત્નત્રયનો હો–તે મારા ચૈતન્યઘનસ્વભાવપણે થાય એવું એનું સ્વરૂપ નથી, અને હું રાગપણે થાઉં એવો મારો ચૈતન્યસ્વભાવ નથી. જ્ઞાનમાં આમ નિશ્ચય કરીને, રાગને ૫૨૫ણે જાણી, જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે, ધર્મ છે. ( ૨-૧૬૪ )
( ૭૧૯ )
જેને ભગવાન જ્ઞાતા-દ્રષ્ટાવસ્તુનો પોતાના નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે ‘આ આત્મા છે' તેને હવે પ્રત્યાખ્યાન કેમ થાય? એનો હવે ઉત્તર આપે છે કે જેણે અંદરમાં જાણ્યું કે રાગ અને ચૈતન્યસ્વભાવ ભિન્ન-ભિન્ન છે, રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી, એ જાણનારો રાગને ભિન્ન જાણી તેને ત્યાગે છે. પરંતુ રાગને ત્યાગે છે એ તો કથનમાત્ર છે, કારણ કે રાગના ત્યાગનું કર્તાપણું ૫રમાર્થે જીવને નથી. નિર્મળ ભેદજ્ઞાન મળે નહિ અને બહારથી આનો અને તેનો ત્યાગ કરે અને માને અમે ત્યાગી. પણ ભાઈ! જીવને ૫૨નું ત્યાગ-ગ્રહણ માનવું એ તો મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. અહીં કહે છે કે રાગનો ત્યાગ કરનાર જીવ છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, ૫૨માર્થ નથી. ખરેખર તો એ રાગના ત્યાગનો કર્તા છે જ નહિ. સ્વરૂપમાં ઠરતાં રાગ થતો જ નથી, માટે રાગનો ત્યાગ કરે છે એમ નામમાત્ર કથન છે. અહો! આ તો પરમેશ્વર ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫૨માત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત સંતોએ આડતિયા થઈને જગતને જાહેર કરી છે. પ્રત્યાખ્યાન સમયે એટલે સ્વરૂપમાં ઠરવાના કાળે, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે ૫રભાવ-રાગ તેનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર કથન છે. ( ૨-૧૬૫ )
(૭૨૦)
અહાહા! હું શુદ્ધ ચિરૂપ જ્ઞાતા-દ્રષ્ટામાત્ર છું એવું જેને અંતરમાં ભાન થયું તે સ્વમાં સ્વપણે રહીને જ્યારે પરભાવ-રાગાદિને ૫૨૫ણે જાણે ત્યારે એને સ્વમાં રહેવાનો કાળ છે, રાગના અભાવસ્વભાવે પરિણમવાનો કાળ છે, પ્રત્યાખ્યાનનો કાળ છે. આ સ્વરૂપસ્થિરતાના કાળે શાને જાણી લીધું કે રાગ પર છે એ રાગનો ત્યાગ છે. આ રાગનો ત્યાગ પણ જો નામમાત્ર કથન છે–તો આહાર-પાણી છોડવાં અને બાયડી, છોકરાં, લુગડાં ઇત્યાદિ છોડવાં એ તો ક્યાંય દૂર રહી ગયું. એ બાહ્ય વસ્તુનો ત્યાગ માનવો એ તો મિથ્યાત્વ છે. (૨-૧૬૬ )
( ૭૨૧)
આત્માએ ૫૨ભાવનો ત્યાગ કર્યો, રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવી ચૈતન્યપ્રકાશનો પૂંજ એકલા જ્ઞાયકભાવ-સ્વભાવવાળું તત્ત્વ છે, સ્વપ૨પ્રકાશક સ્વભાવી છે. આવા સ્વતત્ત્વને સ્વ જાણ્યું અને પરભાવને ૫૨ તરીકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com