________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮. સમ્યચારિત્ર
( ૭૧૨ )
અને ચારિત્ર ? આત્મા અતીન્દ્રિય આંનદમૂર્તિ છે. એનું ભાન થઈને એમાં વિશેષ વિશેષ લીનતા–૨મણતા થતાં જે પ્રચુર આનંદનું વેદન થાય તે ચારિત્રદશા છે. પ્રથમ જેને સમ્યગ્દર્શન હોય તેને વિશેષ સ્થિરતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન ન હોય અને પાધરા (સીધા ) વ્રત લઈને બેસી જાય એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે. એ બધું મિથ્યાત્વની ભૂમિકા છે. (૧-૧૯૨ )
( ૭૧૩)
નય-નિક્ષેપથી ચારિત્રના સ્વરૂપનું જ્ઞાન થવું (વિકલ્પ ઊઠે તે) એ વ્યવહાર ચારિત્ર છે. અને અંદર જ્ઞાનસ્વરૂપમાં અતીન્દ્રિય આનંદરૂપ સ્થિરતા થવી એ નિશ્ચયચારિત્ર છે. દેહની ક્રિયા એ તો જડ-પુદ્દગલની ક્રિયા છે, એ કાંઈ ચારિત્ર નથી. અંદર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતના વિકલ્પ ઊઠવા એ પણ રાગભાવ છે. એનાથી રહિત પરિપૂર્ણ આનંદમૂર્તિ ભગવાન આત્મામાં નિર્વિકલ્પ સ્થિરતા થવી એ ચારિત્ર છે. આમ નય-નિક્ષેપથી ચારિત્રનું સ્વરૂપ જાણી આનંદનો નાથ પરિપૂર્ણ ભગવાન આત્મા જે જ્ઞાનશ્રદ્ધાનમાં લીધો છે તેમાં ચરવું, રમવું, સ્થિર થવું એ નિશ્ચયચારિત્ર છે. ત્રિકાળીમાં લીન થવું, પણ જ્ઞાન-શ્રદ્ધાનમાં લીન થવું એમ કહ્યું નથી; કેમકે એ તો પર્યાય છે.
( ક્રમશઃ ) ત્રિકાળી ભગવાન આત્મામાં પરિપૂર્ણ લીનતા કરવાથી રાગ-દ્વેષ-મોહનો સર્વથા અભાવ થાય છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. જેવી સ્વરૂપ-સ્થિતિ છે તેવી પર્યાયમાં પ્રગટ થાય છે; તેથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. (૧–૨૦૮ )
( ૭૧૪ )
આત્માના આનંદમા રમવું, નિજાનંદમાં રમવું એ ચારિત્ર છે. હવે લોકો કાંઈ ને કાંઈ ક્રિયા અને બહારનાં પંચમહાવ્રતાદિને મોક્ષનો માર્ગ-સાધન માને છે, પણ ભાઈ! એ કાંઈ સાધન નથી. પરંતુ નિમિત્તથી કથન કરીને કહ્યું છે. ત્રણ લોકનો નાથ જે સિદ્ધસ્વરૂપી પરમાત્મા એનું જ્ઞાન, શ્રદ્ધાન થાય ત્યારે એમાં ઠરે. એ જ્ઞાયકસ્વરૂપ આનંદઘન ભગવાન આત્મામાં ચરવું, રમવું, લીન થવું, સ્થિરતા કરવી એ અનુભવ છે, એ ચારિત્ર છે. (૨-૩૦ )
( ૭૧૫ ) પહેલાં એની શ્રદ્ધામાં તો નક્કી કરે કે ભગવાન આનંદનો નાથ પ્રભુ જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com