________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્ય જ્ઞાન
૨૫૯
(૭૦૮) જે પુરુષ અનેકાન્તમય આત્માને જાણે છે અર્થાત્ દ્રવ્યપર્યાય સ્વરૂપ આત્મવસ્તુ છે તેમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે તે પર્યાય નથી, ને એક સમયની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી-અહાહા..આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જે પુરુષ અનુભવે છે તે સમ્યજ્ઞાની છે. અહા ! આમ સમ્યજ્ઞાન અને સુનિશ્ચળ સંયમ- એમ બેમાં જે વર્તે છે તે પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે. સમ્યગ્દર્શન થતાં જ અભિપ્રાયથી તો રાગથી ભિન્ન પડ્યો હતો, છતાં રાગ હતો. તો તેને જાણીને સ્વરૂપના ઉગ્ર આશ્રય વડે શુદ્ધ પરિણતિ-વીતરાગી પરિણતિને પ્રગટ કરે તેને સંયમ કહે છે. એકલી ઇન્દ્રિયોને દમવી ને અહિંસાદિ વ્રત પાળવા તે સંયમ એમ નહિ. એ તો સંયમ છે જ નહિ. સ્વરૂપમાં જે લીનતાસ્થિરતા છે તે સંયમ છે. આમ સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર વડ જેણે જ્ઞાનમય અને ક્રિયાયની મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે.
અહાહા....! પુણ્ય-પાપથી રહિત ચિન્માત્રજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેની અંતર્મુખ થઈને સ્વસંવેદન-પોતાનું પોતાથી વેદન કરવું તે જ્ઞાનનય છે; તથા તેમાં જ સ્થિર થઈ, અશુદ્ધતાના-રાગના ત્યાગરૂપ શુદ્ધ પરિણતિરૂપે પરિણમવું તે સંયમ નામ ક્રિયાનય છે. સમ્યજ્ઞાન-આત્મજ્ઞાન ને રાગના અભાવરૂપ સંયમ-બેને મૈત્રી–ગાઢ મૈત્રી છે. આ જ્ઞાનનયા ને ક્રિયાનયની મૈત્રી છે.
(૧૧-૨૩૮) (૭)૯). અહા ! અંતરમાં આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે. જેમ હીરામાં પાસા (પહેલા) પાડતાં પ્રકાશ વડે ઝગઝગાટ ચમકે છે, તેમ ભગવાન આત્માનો અંતરમાં સ્વીકાર કરતાં ચૈતન્યનું લસલસતું તેજ પ્રગટ થાય છે. જેમ હીરામાં ચમક ભરી છે તેમ ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદનું પૂર્ણ ભરપુર તેજ ભર્યું છે. તેમાં અંતર-એકાગ્ર થતાં સમ્યજ્ઞાનનું તેજ પ્રગટ થાય છે; અર્થાત્ શુદ્ધ સ્વભાવ જેનો મહિમા છે એવો શુદ્ધ, બુદ્ધ ભગવાન આત્મા ઝગઝગાટ પ્રકાશે છે. આ સમ્યજ્ઞાનનો પ્રકાશ થતાં પરનો મહિમા મટીને નિજ સ્વભાવનો મહિમાં પ્રગટ થાય છે.
(૧૧-૨૪૩) (૭૧૦) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું આત્મા છું એમ નિશ્ચય કરી નિજસ્વરૂપમાં એકાગ્ર થાય તેને આત્મજ્ઞાનનું તેજ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન થયા પછી તેને સ્વરૂપમાં રમણતાની જ ભાવના હોય છે. તે સ્વરૂપમાં રમણતાના પુરુષાર્થ વડે તેના ફળરૂપ પૂર્ણ આત્માની પ્રાપ્તિ કરી લે છે; આ રીતે તેને પૂર્ણ જ્ઞાન ને આનંદની પ્રગટતા થાય છે. આમ પૂર્ણ સ્વભાવની પ્રગટતા તે આત્મજ્ઞાનનું ફળ છે, ને આત્મજ્ઞાનીને તે થઈને રહે છે. જુઓ આ આત્મજ્ઞાનનું ફળ ! આત્મજ્ઞાનનું ફળ મોક્ષ છે.
(૧૧-૨૪૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com