________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્રાન
તે મોક્ષબીજ છે, એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટશે! આવી સ્પષ્ટ વાત છે ભાઈ !
૨૫૭
( ૧૦–૧૧૦)
( ૭૦૪ )
અહા ! ભગવાન ! તારી પ્રભુતાનો પાર નથી. ઓહોહોહો... ! અંદર જ્ઞાનાનંદથી ભરેલો, પૂરણ પ્રભુતાથી ભરેલો પ્રભુ છો ને નાથ! તારામાં પ્રભુતા શક્તિ નામ સ્વભાવ ભર્યો પડયો છે. અહા! પરમેશ્વર થવાની અંદર શક્તિ પડી છે ને પ્રભુ! તું પામ૨૫ણે રહે એવો તારો સ્વભાવ જ નથી. અહાહા...! અંદર એકલો શુદ્ધ ચૈતન્યઘન, જ્ઞાનાનંદલક્ષ્મીથી ભરેલો ભગવાન પ્રભુ તું છો. આ પુણ્ય-પાપના ભાવ એ તો બહારની ચીજો–બધો પુદ્દગલનો વિસ્તાર છે, એ તારો ચૈતન્યનો વિસ્તાર નહિ. અહા! અંદર સ્વસ્વરૂપના આશ્રયે પ્રગટ થનારી જ્ઞાન-દર્શન-આનંદની દશા એ ચૈતન્યનો વિસ્તાર છે, એ જ્ઞાનચેતના છે, એ મુક્તિનો ઉપાય છે. માટે હે ભવ્ય! સકળ કર્મના અને સકળ કર્મફળની ભાવનાનો ત્યાગ કરીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદય નચાવ.
અહા! જેને સિદ્ધપદની અંતરમાં ભાવના થઈ છે એવા મોક્ષાર્થીને આચાર્ય કહે છે-હૈ મોક્ષાર્થી પુરુષ ! સકળ કર્મના સંન્યાસની ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવી, તારે સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી, નચાવવી એટલે શું? કે જ્ઞાનચેતનારૂપ થઈને જ સતત પરિણમ્યા કરવું. અહાહા...! ભગવાન આત્માનું સ્વસંવેદન કરી જ્ઞાન અને આનંદના વેદનમાં ઠરવું-રહેવું તે સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતના છે અને તે સહજ જ રાગના ત્યાગરૂપ છે. તે જ્ઞાનચેતના જ મોક્ષનું કારણ છે; માટે જ્ઞાનચેતનારૂપ જ નિરંતર પરિણમવું.
(૧૦–૧૧૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
( ૭૦૫ )
જ્યારે જીવ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરીને કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડી દે, જડી દે અને શુદ્ધોપયોગરૂપ થાય ત્યારે શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને તે વખતે જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે; પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો ૫૨માનંદમાં મગ્ન રહે છે.
‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’
એમ તો જ્ઞાનચેતના અંશે ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૩૯ માં) જે એમ કહ્યું છે તે જ્ઞાનચેતના કેવળીને જ હોય છે એ તો ત્યાં પૂર્ણતાની અપેક્ષાએ વાત છે; બાકી જ્ઞાનચેતનારૂપ અનુભવ ચોથે ગુણસ્થાનેથી શરૂ