________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્રાન
૨૫૫
ચેતનાનું આગમ, અનુમાન અને સ્વાનુભવથી વેદન આ ત્રણે અવસ્થામાં-ચોથે, પાંચમે અને છઢે ગુણસ્થાને હોય છે.
અહા ! પ્રમત્ત અવસ્થાનો ત્યાગ થતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પોતાના સ્વરૂપનું જ ધ્યાન હોય છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનો વિકલ્પ ઊઠે છે ત્યાં સુધી તે સાસ્ત્રવ નથી. નિરાસ્રવ નથી, ત્યાં તો વિશેષ એમ પણ વાત કરી છે કે–મહાવ્રતનો જે શુભરાગ છે તેને જે ઉપાદેય માને તેને આત્મા હોય અને જેને આત્મા ઉપાદેય છે તેને સર્વ રાગ હોય છે. અહા ! મુનિરાજ સાતમે ગુણસ્થાને સર્વ વિકલ્પ તોડીને એક સ્વરૂપનું જ ધ્યાન કરે છે. આવી અપ્રમત્ત દશા નિરાસ્ત્રવ છે. વળી જ્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે તે કાળે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચઢી કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
સમ્યગ્દર્શનમાં શ્રદ્ધાન કર્યું હતું કે હું તો શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું, પણ હજુ આસ્રવરહિત થયો નહોતો, છઢે પણ કાંઈક અસ્થિરતા હતી. હવે તે અસ્થિરતા ટાળી પોતાના સ્વરૂપમાં લીન-સ્થિર થાય છે. આ સાતમા ગુણસ્થાનની વાત છે. પછી શ્રેણી ચઢી, કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે. ( ૧૦–૬૭ )
( ૭૦૧ )
જુઓ, કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાનો મુખ્ય ના કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામીત્વભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામીત્વભાવે પરિણમન નથી હોતું. જીવને સર્વજ્ઞપદ પ્રગટ થયા પહેલાં નિર્વિકલ્પ અનુભવના કાળે ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. આત્મા પૂર્ણાનંદઘન ચૈતન્યઘન પ્રભુ છે. તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ થયો અને તેને સ્પર્શીને જે જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન ) થયું તેને અહીં જ્ઞાનચેતના કહે છે. ધર્મની પહેલી દશા થતાં નિર્વિકલ્પ અનુભવના કાળમાં જ્ઞાનચેતના હોય છે.
અજ્ઞાની જીવ અનંતકાળથી આજ સુધી કોઈ દિ' સમ્યગ્દર્શન પામ્યો નથી; એનો ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાં જોડાણો નથી. તેનો વર્તમાન ઉપયોગ પુણ્ય-પાપ અને તેના ફળમાં જોડાયેલો હોય છે. તેથી અજ્ઞાનીને અનાદિથી કર્મચેતના અને કર્મફળચેતના વર્તે છે. હવે જ્યારે જે જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે જ્ઞાન અને આનંદનું દળ એવા આત્માનો એને સ્પર્શ થાય છે. તે અંદર જાગ્રત થઈને નિજ જ્ઞાનસ્વભાવને ચેતે છે. તે કાળે તેનો ઉપયોગ શુદ્ધ નિર્વિકલ્પ હોય છે. તેના ઉપયોગમાં ધ્યાન ત્રિકાળી દ્રવ્યનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com