________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
અધ્યાત્મ વૈભવ
-રાગથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ અનુમાન-પ્રમાણથી જાણીને નક્કી કરવું. એટલે શું? કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, અને જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ. મતલબ કે દયા, દાન આદિનો રાગ થાય તે આત્મા નહિ. એ તો અનાત્મા છે. આ પ્રમાણે અનુમાનપ્રમાણની જાણીને રાગથી ભિન્ન જ્ઞાનચેતનાનું સ્વરૂપ નક્કી કરવું.
જુઓ, આ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવાની વિધિ છે. અહા ! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે એમાં ઉપયોગની એકાગ્રતા થવી તે જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાનું સ્વરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે એમ કહે છે, પહેલાં આગમથી અને અનુમાનથી નક્કી કરવું
(૧૦-૬૬ ) (૬૯૯) આ સ્વસંવેદન પ્રમાણમાં-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન છે. સ્વસંવેદન અર્થાત્ પોતાનું “સ” નામ પ્રત્યક્ષ વેદન તે સ્વસંવેદન છે અને તે વડે આત્માને જાણીને તેનું શ્રદ્ધાન દઢ કરવું કે “આ આત્મા” –એમ પ્રત્યક્ષ વેદનમાં લઈને તેનું શ્રદ્ધાન કરવું. સંવેદનમાં જાણીને તેનું (આત્માનું) દઢ શ્રદ્ધાન કરવું એમ કહે છે. (સ્વસંવેદનમાં જાણે તો શ્રદ્ધાન કરે એમ વાત છે.)
અરે ભાઈ ! ક્ષણે ક્ષણે તું મૃત્યુની સમીપ જઈ રહ્યો છે. દેહ છૂટવાની ક્ષણ તો નિયત છે, તેમાં શું ફરે એમ છે? પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ સ્વસંવેદનપ્રમાણથી જાણી તેનું શ્રદ્ધાન કરવું એ આ મનુષ્યભવમાં કરવાયોગ્ય કાર્ય છે. ભાઈ ! તું હમણાં નહિ કરે તો ક્યારે કરીશ? (એમ કે પછી અવસર નહિ મળે.)
(૧૦-૬૬). (૭OO). ચોથા ગુણસ્થાને અવિરત દશામાં આવું સંવેદન અને શ્રદ્ધાન હોય છે. આ ગુણસ્થાને હજુ પુણ્ય-પાપના ભાવ, વિષયવાસનાના ભાવ હોય છે. પણ પ્રતીતિમાં આવી ગયું છે કે હું આસવથી ભિન્ન એક જ્ઞાયક તત્ત્વ છું, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છું અને રાગથી એકતા તૂટી ગઈ છે, રાગનું અને સ્વામીત્વ નથી. તથાપિ પુણ્ય-પાપના પરિણામથી સર્વથા નિવૃત્તિ નથી.
વળી અંદર શાંતિ અને શુદ્ધિની વિશેષતા થઈ છે, વૃદ્ધિ થઈ છે તે પાંચમું દેશવિરત ગુણસ્થાન છે. તેને પણ આવું સ્વસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન દઢ હોય છે. ત્યાં પણ સર્વવિરતિ નથી. મુનિને છઠ્ઠા ગુણસ્થાનની પ્રમત્ત દશામાં પણ આવું અસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે. ત્યાં મુનિને પણ સંજ્વલનો કિંચિત્ રાગ હોય છે; સર્વથા નિરાસ્ત્રવ નથી. પંચમહાવ્રત, સમિતિ, ગતિ, જિનસ્તુતિ, ભક્તિ, વંદના ઇત્યાદિનો કિંચિત્ રાગ આવે છે એટલે હજુ આસ્રવા છે. જોકે આ દશામાં શુદ્ધિની વૃદ્ધિ સવિશેષ છે તથાપિ સર્વ રાગનો અભાવ નથી. આ પ્રમાણે સ્વસંવેદનસ્વરૂપ જ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com