________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્ય જ્ઞાન
૨૫૩
જ્ઞાન થાય-એમ વસ્તુસ્વરૂપ નથી. પરદ્રવ્યથી પોતાનું જ્ઞાન ત્રણકાળમાં થાય નહિ. જ્ઞાનાનંદસ્વરૂપ પોતાનો આત્મા છે તેમાં નજર કરવાથી પોતાનાં જ્ઞાન અને આનંદ ઉત્પન્ન થાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, પોતે પોતાથી સમજે તો ગુરુને નિમિત્ત કહીએ. વાસ્તવમાં તો પોતે પોતાનો ગુરુ છે. પોતે પોતાથી સમજે કે હું કર્મ નહિ, વિકાર નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, હું તો અખંડ એક આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ છું-એમ અનુભવ કરે ત્યારે પોતે પોતાનો ગુરુ છે અને ત્યારે પર ગુને નિમિત્ત કહેવામાં આવે છે. પર ગુરુ નિમિત્ત છે બસ.
અહાહા...વસ્તુ અંદર પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ છે, પણ તેના પર શબ્દાદિ પદાર્થોની એકતાબુદ્ધિનું અનંતકાળથી તાળું માર્યું છે. ભાઈ ! એકવાર તું ભેદજ્ઞાનની કૂંચી લગાવી દે અને તાળું ખોલી નાખ. હું તો જ્ઞાન છું, શબ્દાદિ નહિ, વિકલ્પ નહિ-એમ કૂંચી લગાવી દે અહાહા...! તારાં અનંત ચૈતન્યના નિધાન પ્રગટ-ખુલ્લાં થશે, તને સ્વાનુભવની અતીન્દ્રિય મોજ પ્રગટ થશે. આવો મારગ છે ભાઈ ! સંસારથી સાવ જુદો.
(૧૦-૪૩) (૬૯૭) ભાઈ આત્માનું હિત કરવું હોય તો સૌ પ્રથમ કર્મચેતના અને કર્મફળચેતનાથી જ્ઞાયકને ભિન્ન જાણવો. અહાહા...! પોતાની સહજ જ્ઞાનચેતના જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. પુણ્ય-પાપ અને તેના ફળમાં એકાગ્ર થવાનું છોડીને શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ જ્ઞાનચેતના છે. શુભ-અશુભનું વેદન છે તે-તે તો ધ્રુવસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેની ઉપર ઉપર છે, અંદર તે પ્રવેશ કરતું નથી. અહાહા..આત્મા જે એક જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. આત્મા કહો કે જ્ઞાનસ્વરૂપ કહો-એક જ છે, કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
અહાહા...ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ છે. અનાકુળ આનંદના રસથી આપૂર્ણ અર્થાત્ છલોછલ ભરેલું તત્ત્વ છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે જ્ઞાન ચેતના છે, તે અનાકુળ આનંદરૂપ છે. અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણથી જાણીને પહેલાં નક્કી કરવું અને તેનું દઢ શ્રદ્ધાન કરવું.
(૧૦-૬૫) (૬૯૮) આગમ-પ્રમાણ અને અનુમાન પ્રમાણથી જાણીને-નક્કી કરીને હવે કહે છે, સ્વસંવેદનપ્રમાણથી જાણે છે. જ્ઞાન અને આનંદના વેદનથી આત્માને જાણે તે સ્વસંવેદનપ્રમાણ છે. ચેતના ત્રણ પ્રકારે કહી-કર્મચેતના, કર્મફળચેતના અને જ્ઞાનચેતના. તેમાં કર્મચેતના ને કર્મફળચેતના વિભાગ દશા છે, વિકારી દશા છે, અને જ્ઞાનચેતના નિર્વિકાર નિર્મળ દશા છે. એ ત્રણેયને આગમ, અનુમાન અને સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણીને શ્રદ્ધાન કરવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com