________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન
૨૫૧
ભાઈ ! કેવળીને તો રાગ થતો જ નથી એટલે તે તેને ન કરે, પણ સાધકને તો રાગ હોય છે એટલે તે તેનો કર્તા થતો હશે-એમ શંકા ન કરવી; સાધકનું જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ પરથી-રાગથી જુદું વર્તે છે; રાગ તેને પરયપણે જ છે, જ્ઞાન તેમાં તન્મય થતું નથી. અહા! કેવળીનું જ્ઞાન (કેવળજ્ઞાન ) હો કે સાધકનું જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન ) હો, જ્ઞાનનો સ્વભાવ જ આવો છે કે તેમાં રાગ સમાય નહિ, એ તો રાગથી ભિન્ન સદા જ્ઞાયક જ છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
(૯-૧૦૩) (૬૯૨) વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને શેય બનાવતાં નિજપરમાત્મદ્રવ્યનું જે પરિજ્ઞાન થયું તેનું નામ સમ્યજ્ઞાન છે. ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન–ભણતર તે સમ્યજ્ઞાન એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. આ તો પોતે અંતરમાં ભગવાન આત્મા પૂરણ એક જ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છે. તેની સન્મુખતા થતાં “હું આ છું” –એમ જ્ઞાન થવું એનું નામ આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન છે. દશામાં ભલે રાગ હો, અલ્પજ્ઞતા હો, વસ્તુ પોતે અંદર પૂરણ પરમાત્મસ્વરૂપ છે. આવા પોતાના પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન થવું તેને સમ્યજ્ઞાન કહે છે. લ્યો, આવો વીતરાગનો મારગ લૌકિકથી ક્યાંય મેળ ન ખાય એવો છે.
(૯-૧૨૭) (૬૯૩) આખી દુનિયા છે, પણ એનાથી જ્ઞાન જુદું છે, જ્ઞાન તેને કરતું નથી; તેમ રાગનેય જ્ઞાન કરતું નથી, ભોગવતું નથી, જાણે જ છે. ભાઈ ! સમકિતીને સમ્યકત્વાદિ જે નિર્મળ નિર્મળ ભાવો છે તે રાગથી મુક્ત જ છે, ભિન્ન જ છે. અહો ! ભગવાન આત્મા તો ભિન્ન હતો જ, ને પરિણતિ સ્વાભિમુખ થઈ ત્યાં તે પણ રાગથી ભિન્ન જ થઈ. ભાઈ ! રાગ રાગમાં હો, પણ રાગ જ્ઞાનમાં નથી, કેમકે જ્ઞાને રાગને ગ્રહ્યો નથી. રાગ જ્ઞાનમાં જણાતાં
આ રાગ હું' –એમ શાને રાગને પકડ્યો નથી. હું તો જ્ઞાન છું. ' – એમ જ્ઞાન પોતાને જ્ઞાનપણે જ વેદે છે. આવા વેદનમાં સાથે આનંદ છે, પણ એમાં રાગ નથી. (૯-૧૫૪)
(૬૯૪) ત્યાં સુધી રાગ-દ્વેષની પરંપરા ઊભી રહે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય અર્થાત્ જ્ઞાન સમ્યજ્ઞાન ન થાય. ઝીણી વાત છે પ્રભુ! આત્મા જાણ સ્વભાવી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા! આવા નિજસ્વરૂપની જેને અંતર્દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને, કહે છે, રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી; કેમકે જ્ઞાનરસથી ભરેલી પોતાની વસ્તુમાં રાગદ્વેષ નથી.
ધર્માત્માને કમજોરીવશ કિંચિત્ રાગાદિ ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રગટ જ્ઞાનસમ્યજ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com