________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્મચારિત્ર
૨૬૫ બધાયથી તું ભિન્ન છે. આવા આત્માનું ભાન કરી એમાં ઠરવું એ પ્રત્યાખ્યાન છે. (૨-૧૭૨)
(૭૨૫), પ્રશ્ન:- - પરંતુ ચારિત્ર “મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે ને?
ઉત્તર- - અરે પ્રભુ! તું એમ ન કહે. ચારિત્રની આવી વ્યાખ્યા ન કર. ભાઈ ! ચારિત્ર તો આનંદદાતા છે. અહા! સ્વરૂપનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એમાં શાંતિરૂપ સ્થિરતાએ તો અતીન્દ્રિય આનંદનાં દેનાર છે. અહા ! શુદ્ધ રત્નત્રયનો અનુભવ તો અતીન્દ્રિય આનંદનો અનુભવ છે. વ્યવહારમાત્ર દુઃખરૂપ છે, જ્યારે ભગવાન આત્માનો અનુભવ આનંદરૂપ છે. ભાઈ ! આ થોડું લખ્યું એમાં ઘણું જાણજે. બાર અંગમાં પણ આ જ કહ્યું છે. આનંદનો સાગર પ્રભુ આત્મા જ્યારે રાગથી ખસીને સ્વભાવમાં આવે છે ત્યારે તેને આનંદ જ થાય છે. આવી ચારિત્રની દશા આનંદમય છે તો પણ તેને જે કષ્ટદાયક માને છે તેને ધર્મની શ્રદ્ધા જ નથી. છત્ઢાલામાં પણ આવે છે કે
આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકો કષ્ટદાન. ' અજ્ઞાની ત્યાગ-વૈરાગ્યને દુઃખરૂપ જાણે છે, સુખનાં કારણ ને કષ્ટદાયક જાણે છે.
(૩-૨૪૩) (૭ર૬) ભાઈ ! નવમી રૈવેયક જાય એવા શુભભાવ અનંતવાર કર્યો, છતાં એને ધર્મ થયો નહિ. અને એનાથી કોઈને ધર્મ થયો પણ નથી. વસ્ત્ર છોડ્યાં માટે મુનિપણું આવી ગયું એમ નથી. સ્વમાં ઉગ્ર આશ્રય થાય ત્યારે ચારિત્ર પ્રગટે છે. પરંતુ વ્યવહારની ક્રિયા પાળે છે માટે ચારિત્ર પ્રગટે છે એમ નથી, ચારિત્ર તો આત્માનો ગુણ છે, વીતરાગી શક્તિ છે. એનો આશ્રય લઈને વિશેષ એકાગ્ર થાય ત્યારે તેને ચારિત્રદશા પ્રગટ થાય છે. એવા ચારિત્રવંતને તે કાળમાં પંચમહાવ્રતાદિના પરિણામ હોય છે અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનીને વ્યવહાર કેવો?
(૪-૧૩૩) (૭ર૭) રાગને અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા ૮ર માં કહ્યું છે કે આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે અને તેથી ચારિત્ર થાય છે. રાગભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું પણ રાગના ભેદ-અભ્યાસથી અંતરમાં ચારિત્ર થાય છે એમ કહ્યું છે. પહેલાં સમ્યગ્દર્શનના કાળમાં ભેદ પડ્યો છે; પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે ચારિત્ર થાય છે. રાગથી ચારિત્ર થાય છે એમ નથી.
(૪-૧૫૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com