________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
અધ્યાત્મ વૈભવ
“આતમતિ હેતુ વિરાગ જ્ઞાન, તે લગૈ આપકો કષ્ટદાન.” એટલે કે જેઓ મિથ્યાદષ્ટિ છે તેઓ એમ માને છે કે ચારિત્ર કષ્ટદાયી છે. અહીં તો કળશમાં અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ચારિત્ર આત્માના અતીન્દ્રિય આનંદના ઉદ્ધતરસથી સંકળાયેલું છે.
(૬–૧૮૯) (૭૪૦) ચિબ્રહ્મસ્વરૂપ ભગવાન આત્માને જઘન્ય ભાવે દેખું-જાણે અને આચારે એટલું જઘન્ય બ્રહ્મચર્ય છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખું-જાણે-આચરે તો તે સર્વોત્કૃષ્ટ એટલેત્રપ સંપૂર્ણ બ્રહ્મચર્ય છે.
(૬-૨૮૦) (૭૪૧) શુદ્ધ સમકિતના સ્વરૂપને જેઓ જાણતા નથી એવા અજ્ઞાનીઓ કહે છે કે- (બાહ્ય) સંયમ એ જ ચીજ છે. સંયમભાવ મનુષ્યપર્યાયમાં જ હોય છે, બીજી ત્રણ ગતિમાં હોતો નથી. તેથી મનુષ્ય અવસ્થામાં વ્રતાદિ સંયમનાં સાધનનું આચરણ કરવું જોઈએ. ' અરે ભાઈ ! સંયમ કોને કહીએ એની તને ખબર નથી. જેને શુદ્ધ આત્માના અનુભવપૂર્વક સમ્યગ્દર્શન થયું છે તેને જે આત્મસ્વરૂપમાં લીનતા-રમણતા હોય છે તેનું નામ સંયમ છે. આ વ્રત, તપ આદિ જે શુભરાગ છે તે સંયમ નથી; એ તો (ખરેખર) અસંયમ છે. ભગવાન તો એમ કહે છે કે-મિથ્યાષ્ટિનાં બધાં વ્રત અને તપ બાળવ્રત અને બાળતપ છે. અરે ! પણ એને આ સમજવાની ક્યાં દરકાર છે?
(૬-૩(૬) (૭૪૨) પ્રશ્ન- - દયા પાળવી, વ્રત પાળવા, તપશ્ચરણ કરવું ઇત્યાદિ બધાં શું કાર્ય સદાચરણ નહિ ?
ઉત્તર- - જેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે (સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર) સત્કાર્ય નામ સત્-આચરણ-સદાચરણ છે. આ સિવાય વ્રત, તપ આદિનો રાગ કોઈ સદાચરણ છે નહિ. ધર્મીના (વ્રતાદિને સદાચરણ વ્યવહારથી કહે છે એ બીજી વાત છે. )
હજુ મિથ્યાત્વથી પાછો ફરીને પોતાના ચૈતન્યભગવાનનો સ્વીકાર કર્યો નથી તેના વ્રતાદિના રાગમાં તો સદાચરણનો ઉપચાર પણ સંભવિત નથી કેમકે તેને મૂળ સામાયિક આદિ નિરુપચાર ચારિત્ર ક્યાં છે?
જેણે વીતરાગમૂર્તિ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર કરીને એનો અનુભવ કર્યો છે તે વીતરાગતાના લાભને પામે છે. સ-આય-સામાયિક, સમતાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com