________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(se
)
૨૫૨
અધ્યાત્મ વૈભવ તેની સાથે એકમેક થતું નથી. જ્ઞાન તેને બીજી ચીજ છે, પરય છે એમ જાણે જ છે બસ; અર્થાત્ જ્ઞાન સાગરૂપ થતું નથી ને રાગ જ્ઞાનમાં પ્રવેશ પામતો નથી. આવી વાત છે. સમજાણું કાંઈ.....!
અહાહા..! કહે છે-ત્યાં સુધી રાગદ્વેષનું હૃદ્ધ ઉદય પામે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે ન રહે અને જ્ઞય જ્ઞયપણાને ન પામે. અહા ! જ્ઞાન જ્ઞાનસ્વભાવે પરિણમવાને બદલે આ શરીરાદિ પદાર્થો મારા છે, શુભાશુભભાવો મને લાભદાયી છે એમ અજ્ઞાનભાવે પરિણમે ત્યાં સુધી રાગદ્વેષની પરંપરા ચાલુ જ રહે છે. ભાઈ ! શરીરાદિ પદાર્થો ને શુભાશુભ ભાવો તે જ્ઞય છે, પરય છે; તે તારાં કેમ થઈ જાય? એને તું જ્ઞયપણે ન માનતાં અન્યથા માને તે અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગદ્વેષનું કંદ ઉત્પન્ન થયા જ કરે છે. પરંતુ જ્યાં જ્ઞાન જ્ઞાનસ્વભાવે થયું કે જ્ઞયો જ્ઞયપણે તેમાં પ્રતિભાસ્યા અને ત્યારે રાગદ્વેષની ઉત્પત્તિ અટકી ગઈ. અહાહા..! સમ્યગ્દષ્ટિ ધર્મી પુરુષને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે; તેનું જ્ઞાન જ્ઞાનરૂપ થયું છે તેથી મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ તેને ઉત્પન્ન થતા નથી; તેને હવે દીર્ધ સંસાર રહ્યો નથી. આવું! સમજાણું કાંઈ....!
(૯-૪૦૩). (૬૯૫) શરીરની ક્રિયા અને શુભ વ્રતાદિનાં અનુષ્ઠાન ન થઈ શકે એમાં તો પુદ્ગલનો ઘાત થાય છે, તેથી કરીને કાંઈ આત્માના ધર્મોનો ઘાત થાય એમ છે નહિ, કેમકે આત્મા અને પુદ્ગલ ભિન્ન ચીજ છે. ભાઈ ! જીવને જે સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે એ કાંઈ સાંભળવાથી, ઇન્દ્રિયોથી, ભાવઇન્દ્રિયથી કે શુભરાગથી થાય છે એમ નથી, પરંતુ પોતાના સ્વસ્વરૂપનાચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે.
સમ્યજ્ઞાનને (મતિ-શ્રુતજ્ઞાનને) તત્ત્વાર્થસૂત્રમાં પરોક્ષ કહ્યું છે ને?
હા કહ્યું છે; પણ એ તો અપેક્ષાથી વાત કરી છે, અંદર પ્રત્યક્ષપણાનો ભાવ ગૌણપણે રહ્યો જ છે. ભાઈ ! સમ્યજ્ઞાન આત્માના લક્ષે ઉત્પન્ન થાય છે. અહીં કહે છે-આત્મજ્ઞાનસમ્યજ્ઞાન જે પ્રગટ થયું તેનો ઇન્દ્રિયના ઘાતથી કાંઈ ઘાત થતો નથી, તથા મન-ઇન્દ્રિય બરાબર હોય તેટલા માત્રથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી. (૯-૪૧૪)
(૬૯૬) જુઓ, આ સિદ્ધાંત કહ્યો-કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. ભાઈ ! આત્માની જ્ઞાનની દશા શબ્દાદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી; કેમકે જ્ઞાનનું સ્વનું ભવન-પરિણમન પોતાના ગુણથી ઉત્પન્ન થાય છે, પરથી નહિ. આ શાસ્ત્રથી જ્ઞાન થાય, ભગવાનની વાણીથી જ્ઞાન થાય કે ગુરુના ઉપદેશથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com