________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્ય જ્ઞાન
૨૩૭
અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થતું થયું આત્માને પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. અહાહા....! કહે છે કે-જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે, ભગવાન આત્મા વસ્તુપણે સહુજ જ્ઞાનસુધાંશુ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલ સમ્યજ્ઞાન પણ જ્ઞાનસુધાંશુ (પર્યાયરૂપ) છે. જુઓ, સમ્યજ્ઞાનને પણ ચંદ્રમાની ઉપમા આપી છે કેમકે સમ્યજ્ઞાન છે તે શીતળતા અને શાંતિમય છે જ્યારે પુણ્ય-પાપના બન્ને ભાવ પરિતાપ અને અશાંતિમય છે.
(૬-૮) (૬૬O) હવે કહે છે- “જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે. '
જુઓ, આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે જ્ઞાન-એમ નહિ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં અસંવેદનરૂપે, સ્વના જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. કોઈને શાસ્ત્રોનું ઝાઝું ભણતર હોય એટલે એને જ્ઞાન છે એમ વાત નથી. આ તો સદા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપે થઈ પરિણમે એને જ્ઞાન કહે છે અને એ વીતરાગી પર્યાય છે. ભાઈ ! ત્રિલોકીનાથ વીતરાગ સર્વશદેવે ઇન્દ્રા અને ગણધરોની વચ્ચે ધર્મસભામાં જે પ્રરૂપ્યો છે તે આ માર્ગ છે. બાકી બીજા બધા કલ્પિત માર્ગ છે.
જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું-અર્થાત્ જ્ઞાનીને પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને સમ્યજ્ઞાન કહે છે. એમાં પુણ્ય-પાપની ભગવાન જ્ઞાયકમાં નાસ્તિ છે એવું જ્ઞાન ભેગું આવી જાય છે. અહાહા.... ! જેમાં પુણ્યપાપની નાસ્તિ છે એવા જ્ઞાયકને જાણનારું જ્ઞાયકના લક્ષે પરિણમનારું જ્ઞાન પણ પુણ્ય-પાપ ભાવથી રહિત છે. ભાઈ ! આ સમ્યજ્ઞાનની જે પર્યાય છે તે વીતરાગી પર્યાય છે. ગાથા ૧૭૧૮માં આવી ગયું ને કે-જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જ જણાય છે, પણ અજ્ઞાનીનું જ્ઞાયક ઉપર લક્ષ-દષ્ટિ નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે અને જ્ઞાનીનું લક્ષ-દષ્ટિ જ્ઞાયક ઉપર છે તેથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. જ્ઞાનસ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે. (૬-૧૧૯)
(૬૬૧)
ભગવાન ચૈતન્યદેવ જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યસૂર્ય-ચૈતન્યના નૂરનું તેજનું પુર એવો મહાપ્રભુ છે. અહાહા...! જેમ પાણીનું પૂર હોય તેમ ભગવાન આત્મા એકલો ચૈતન્યના નૂરના-તેજના પુરથી પરિપૂર્ણ ભરેલો છે. અરે! એની ખબરેય ન મળે ! કોઈ દિ એની કોર જોયું હોય તો ને! અનાદિથી પર્યાયમાં ને રાગમાં અનંતકાળનું જીવતર કાઢયું છે. પર ભાઈ ! એ એક સમયની પર્યાય પાછળ આખો ભગવાન ચૈતન્યમહાપ્રભુ વિરાજી રહ્યો છે. એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન છે. અહીં જ્ઞાન શબ્દથી આખો આત્મા કહેવો છે. જ્ઞાનનું જ્ઞાન એટલે અખંડ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com