________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
અધ્યાત્મ વૈભવ તો પછી સમ્યજ્ઞાનનો આત્મા આશ્રય-કારણ છે એમ કહ્યું?
ભાઈ ! એનો આશ્રય એમ છે કે-આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આખી ચીજ એમાં (જ્ઞાનની પર્યાયમાં) આવી જતી નથી પણ શુદ્ધ આત્મવસ્તુ પોતાના જ્ઞાનની પર્યાયમાં કારણ આશ્રય થઈને તે જેવી-જેવડી છે તેનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. અહાહા....! જ્ઞાનનો આશ્રય હેતુ શુદ્ધ આત્મા છે એટલે શું? એટલે કે જ્ઞાનની પર્યાયમાં અનંત-અનંત ગુણસામર્થ્યથી યુક્ત પરિપૂર્ણ પ્રભુ શુદ્ધ આત્મા જેવડો છે તેવો જણાય છે. તેને અહીં અભેદથી કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. સમજાણું કાંઈ..? અહીં...! શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં કારણ-આશ્રય શુદ્ધ આત્મા છે માટે કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. હવે આવી વાત બીજે ક્યાં છે પ્રભુ?
(૮૨૭૦) (૬૮૧) આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે એમ પહેલાં વ્યવહારથી કહ્યું, અને હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ નિશ્ચય કહ્યો. આમ કેમ કહ્યું? કે વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે. તેમાં શબ્દશ્રુત જણાણું પણ આત્મા જણાયો નહિ; તેથી તેને વ્યવહાર કહ્યું અને સત્યાર્થ જ્ઞાનમાં નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા પરિપૂર્ણ જણાણો; તેથી તેને નિશ્ચય કર્યું. એને ભગવાન આત્માનો આશ્રય છે ને? અને ભગવાન આત્મા એમાં પૂરો જણાય છે ને? તેથી તે નિશ્ચય છે, યથાર્થ છે. અહો ! આચાર્યદવે અમૃત રેડ્યાં છે ભાઈ ! આમાં તો શાસ્ત્ર ભણતરનાં અભિમાન ઊતરી જાય એવી વાત છે. શાસ્ત્રભણતર શબ્દશ્રુતજ્ઞાન તો વિકલ્પ છે બાપુ ! એ તો ખરેખર બંધનું કારણ છે ભાઈ !
શાસ્ત્ર-ભણતર તે વ્યવહાર છે એ વ્યવહાર જ્ઞાનના અભિમાનમાં (અહંપણામાં) આવીને પ્રભુ! તું હારી જઈશ હોં. તે યથાર્થમાં જ્ઞાન નહિ હોં. જે જ્ઞાન ત્રિકાળી શુદ્ધ આત્માને જાણે તે યથાર્થ જ્ઞાન છે. અને શુદ્ધને જાણનારા જ્ઞાનને શુદ્ધનો (ભગવાન આત્માનો ) આશ્રય હોય છે. અહાહા..! સમ્યજ્ઞાનની પર્યાય પોતે ઉપાદાન તેમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. તેથી “શુદ્ધ આત્મા જ્ઞાન છે” એમ અભેદથી કહ્યું છે. સમજાણું કાંઈ ?
એમ તો આત્મા ને જ્ઞાન-બેય દ્રવ્ય ને પર્યાય એમ ભિન્ન ચીજ છે. “આત્મા તે જ્ઞાન” – એમાં આત્મા તે દ્રવ્ય ને જ્ઞાન તે પર્યાય; એ બેય એક નથી. છતાં “શુદ્ધ આત્મા જ્ઞાન છે” –એમ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનની પર્યાયે આત્માને જ જાણ્યો, અને આત્માના આશ્રયે જ એને જાણ્યો. તેથી શુદ્ધ આત્મા જ્ઞાન છે” એમ અભેદથી કહ્યું. આવો મારગ હવે સાંભળવા મળે નહિ તે શું કરે? ને ક્યાં જાય પ્રભુ?
(૮-ર૭૧) (૬૮૨) અહાહા...! આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી એટલે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com