________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
ને દેવ-ગુરુષ નહિ. સમજાણું કાંઈ....?
અહા ! જ્ઞાન-સમ્યજ્ઞાન કેમ થાય એની આ વાત છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયથી તો થાય નહિ કેમકે તે બધાં રૂપી જડ પુદ્દગલ છે ને ભગવાન આત્માનું જ્ઞાન અરૂપી ચૈતન્યમય છે. વળી પુણ્ય-પાપના વિકલ્પથીય જ્ઞાન ન થાય કેમકે તે વિકલ્પ જડસ્વભાવ છે, અજ્ઞાનસ્વભાવી છે. ચારે અનુયોગ ભણે એથીય કાંઈ આત્માનું જ્ઞાન ન થાય કેમકે એ બધું પરલક્ષી-૫૨ તરફના લક્ષવાળું જ્ઞાન છે. અહા! દિશા પલટે અને અંદર સ્વમાં લક્ષ કરી સ્વસ્વરૂપને જાણવામાં પ્રવર્તે ત્યારે આત્માનું જ્ઞાન થાય છે અને તે સમ્યજ્ઞાન છે. આવી વાત છે.
અધ્યાત્મ વૈભવ
અહા ! અહીં મોક્ષમાર્ગ બતાવવો છે એમાં પહેલાં સમ્યજ્ઞાનથી ઉપાડયું છે, કેમકે જાણ્યા વિના કોની પ્રતીતિ કરે? જે વસ્તુ જાણવામાં ન આવે તેની પ્રતીતિ કેમ થાય? તેથી પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તો કહે છે-જ્ઞાનનો એક શુદ્ધાત્મા જ આશ્રય છે. બીજું ગમે તેટલું જાણે તોય આત્મપ્રાપ્તિ ન થાય પણ જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળી સ્વસન્મુખતા કરે ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૮–૨૮૭)
(૬૮૫ )
દિશા ફરે તો દશા ફેર થાય છે. પરથી ખસી જ્ઞાનની દિશા સ્વ ભણી વળે તે સમ્યજ્ઞાન થાય છે. અહા ! દશા દર્શાવાન તરફ ઢળે તો જ્ઞાન સાચું છે; બાકી બધાં થોથાં છે. સમજાણું કાંઈ... (૮-૨૮૮ )
(૬૮૬)
અહાહા...! જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનસૂર્ય પ્રભુ આત્મા છે. શું કીધું? તે આત્મા જ્ઞાનસૂર્ય છે. આ સૂર્યનો પ્રકાશ તો જડ આંધળો છે. એને ખબરેય નથી કે હું પ્રકાશ છું. પણ આ સ્વ અને ૫૨ને પ્રકાશનારો જ્ઞાનપ્રકાશ ભગવાન જ્ઞાનસૂર્યમાં એકાગ્ર થઈ જ્યાં ઝગમગ-ઝગમગ પ્રગટ થયો ત્યાં એ જ્ઞાનપ્રકાશના ફેલાવને હવે કહે છે, કોઈ રોકી શકે નહિ. પહેલાં જ્ઞાનને રાગ ને પુણ્યમાં રોકીને એમ માનતો હતો કે આ (રાગ ને પુણ્ય ) હું છું. એનાથી મને લાભ છે. પણ હવે એ અજ્ઞાન જ્યાં છૂટી ગયું, રાગથી જ્યાં ભિન્ન પડી ગયો ત્યાં જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થયું અને ત્યારે જે જ્ઞાનજ્યોતિ પોતાથી પ્રગટ થઈ તેના ફેલાવને હવે કોઈ આવરણ કરનારું નથી એમ કહે છે; અર્થાત્ તે આખા લોકાલોકને જાણવાના સામર્થ્ય સહિત પ્રગટ થઈ છે. આવી વાત !
અનાદિથી એને રાગાદિ-પુણ્ય-પાપના ભાવોમાં મારાપણું હતું તે અજ્ઞાનરૂપી અંધકારહતો. પણ હવે જ્યારે રાગરહિત ભગવાન ચૈતન્યબિંબમાં સ્વામીત્ત્વ કરીને એકાગ્ર થયો ત્યાં અજ્ઞાન-અંધકાર નાશ પામી ગયો અને અતિ ઉજ્જવળ જ્ઞાનના પ્રકાશ સહિત જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ. અહા ! પોતે જ્ઞાનસ્વરૂપી ભગવાન અંદર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com