________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
અધ્યાત્મ વૈભવ છે. અહાહા...! હું તો રાગના સંબંધથી રહિત અબંધસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ભગવાન છું એવું જેમાં ભાન થયું તે સમ્યજ્ઞાન બંધને ઉડાડી દે છે. આવી વાત! (૮-૮)
(૬૭૬ ) વર્તમાન પ્રગટેલું સમ્યજ્ઞાન આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું છે. પહેલાં (અનાદિથી) જે રાગની એકતારૂપ દશા હતી તે દુ:ખરૂપ દશા હતી. પરંતુ રાગથી પુણપાપના વિકલ્પથી ભિન્ન પડીને જ્યારે આત્માને-ચિદાનંદરસકંદ પોતાના ભગવાનને-જાણ્યો ત્યારે, કહે છે કે જે જ્ઞાન-સમ્યજ્ઞાન પ્રગટ થયું તે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. અહાહા..! રાગના-ઝેરના સ્વાદના વેદનથી છૂટી જે જ્ઞાન શુદ્ધ ચૈતન્યરસના સ્વાદના વેદનમાં પડ્યું તે, કહે છે, આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. (૮–૯)
(૬૭૭) અહા ! સમ્યજ્ઞાનીનું જ્ઞાન ધીર છે. એટલે શું? કે તે ધીરું થઈને સ્વરૂપમાં સમાઈને રહેલું છે. આ કરું ને તે કરું-એવી બહારની હો-હા ને ધાંધલમાં તે પરોવાતું નથી. અહાહા.. અજ્ઞાની જ્યાં ખૂબ હરખાઈ જાય વા મુંઝાઈ જાય એવા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં જ્ઞાની તેને (-સંજોગને) જાણવામાત્રપણે-સાક્ષીભાવપણે જ રહે છે, પણ તેમાં હરખ-ખેદ પામતો નથી. શું કહ્યું? પ્રતિકૂળતાના ગંજ ખડકાયા હોય તોપણ જ્ઞાની સ્વરૂપમાં નિશ્ચળ રહેતો થકો તેને જાણવામાત્રપણે રહે છે પણ ખેદખિન્ન થતો નથી. આવું જ્ઞાનીનું જ્ઞાન મહા ધીર છે. જે વડે તે અંત:આરાધનામાં નિરંતર લાગેલો જ રહે છે.
વળી તે ઉદાર છે. સાધકને અનાકુળ આનંદની ધારા અવિરતપણે વૃદ્ધિગત થઈ પરમ (પૂર્ણ) આનંદ ભણી ગતિ કરે એવા અનંત અનંત પુરુષાર્થને જાગ્રત કરે તેવું ઉદાર છે. ભીંસના પ્રસંગમાં પણ અંદરથી ધારાવાહી શાન્તિની ધારા નીકળ્યા જ કરે એવું મહા ઉદાર છે.
જ્યાં અજ્ઞાની અકળાઈ જાય, મુંઝાઈ જાય એવા આકરા ઉદયના કાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન ધારાવાહી શાંતિ- આનંદની ધારાને તેમાં ભંગ ન પડે તેમ ટકાવી રાખે તેવું ઉદાર છે. અહાહા...! આવું જ્ઞાનીનું જ્ઞાન ઉદાર છે.
વળી “મના ' અનાકુળ છે. જેમાં જરાય આકુળતા નથી તેવું આનંદરૂપ છે. જ્ઞાનીને ક્યાંય હરખ કે ખેદ નથી. તેને કિંચિત્ અસ્થિરતા હોય છે તે અહીં ગૌણ છે. વાસ્તવમાં તે નિરાકુળ આનંદામૃતનું નિરંતર ભોજન કરનારો છે. અહીં જાણવું, જાણવું માત્ર જેનું સ્વરૂપ છે તેમાં આકુળતા શું? વળી જ્ઞાન “નિધિ ' નિરુપધિ છે. એટલે કે એને રાગની ઉપધિ નથી, અર્થાત્ તે રાગના સંબંધથી રહિત છે. સમ્યજ્ઞાન પરિગ્રહથી રહિત છે. તેમાં કાંઈ પારદ્રવ્ય સંબંધી ગ્રહણ-ત્યાગ નથી એવું નિરુપધિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com