________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન
૨૪૩ ખોટ નથી, હોં; ખજાનો તો અનંતગુણના સત્ત્વથી ભરેલો ત્રિકાળ ભરચક છે; ત્યાં કાંઈ ખોટ નથી. તેમાં નજર કર, તું ન્યાલ થઈ જઈશ.
(૭–૧૯૪) (૬૭૩) અહીં “આત્મજ્ઞાન” કહ્યું ને! તો શાસ્ત્રજ્ઞાન તે આત્મજ્ઞાન એમ નહિ. નવપૂર્વની લબ્ધિરૂપ શાસ્ત્રજ્ઞાન તો એને અનંતવાર થયું. અગિયાર અંગનો પાઠી પણ અનંતવાર થયો. જુઓ, એક આચારાંગમાં ૧૮ હજાર પદ અને એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ-એમ (એ પ્રમાણે) એનાથી બેગણું (ડબલ) બીજું અંગ છે. એમ અગિયાર અંગ છે. તે અગિયાર અંગનું જ્ઞાન પણ એને અનંતવાર થયું. પણ તે કાંઈ જ્ઞાન નથી. એક આત્મજ્ઞાન જ જ્ઞાન છે. “આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ” એમ કહ્યું ને? ત્યાં આત્માની પર્યાયના જ્ઞાન વિના, કે રાગના જ્ઞાન વિના કે નિમિત્તના જ્ઞાન વિના-એમ અર્થ નથી. પણ શુદ્ધવિન્રપોહરમ , સારંપો મઅહાહા...! શુદ્ધ ચિતૂપ, નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા હું છું—એવું સ્વાશ્રયે પ્રગટ થયેલું જ્ઞાન તે આત્મજ્ઞાન છે; આવું આત્મજ્ઞાન એણે કયારેય પ્રગટ કર્યું નહિ તેથી દુઃખી રહ્યો છે એમ અર્થ છે, તેથી શાસ્ત્રજ્ઞાન એ મુખ્ય નથી, આત્મજ્ઞાન મુખ્ય છે. સમકિત તિર્યંચ હોય છે તેને નવ તત્ત્વનાં નામ પણ આવડતાં નથી પણ હું આનંદસ્વરૂપ આત્મા છું એવા ભાન સહિત તત્ત્વ-પ્રતીતિ તેને હોય છે, આત્મજ્ઞાન હોય છે. સમજાણું કાંઈ..?
(૭-૩૫૦) (૬૭૪) બાપુ! આત્મા સમ્યજ્ઞાનમાં શું ન જાણે? એના મહિમાની તને ખબર નથી. અહા ! જેના લક્ષમાં જ્ઞાન ગયું તે બધાનો જ્ઞાન પત્તો લઈ લે છે, તાગ મેળવી લે છે. અહા ! જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે કે નહિ? તો સમ્યગ્દર્શનમાં આત્માનું જ્યાં ભાન થયું ત્યાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનનું એવું માહાભ્ય છે કે તે જ્ઞાનમાં બધું જણાય. અહા! શ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાનમાં પરોક્ષ-પ્રત્યક્ષનો ફેર પાડયો છે, પણ સર્વમાં (સર્વને જાણવામાં) ફેર પડયો નથી.
અહા ! સ્વરૂપથી જ સ્વપરને જાણવાનું શ્રુતજ્ઞાનનું સામર્થ્ય છે. અહા! શ્રુતજ્ઞાન કાંઈ રાંકું (બળહીન) જ્ઞાન નથી. એ તો બળવંતનું બળવંત જ્ઞાન છે. બળવંત એવા ભગવાન આત્માનું જ્ઞાન છે અને તેથી તે જ્ઞાન પણ બળવંત છે.
(૭-૫૦૮) (૬૭૫). અરે! રાગના રસની રુચિમાં એણે ચોર્યાશીના અવતારમાં-કાગડા, કૂતરા, કીડા ને એકેન્દ્રિયાદિ નિગોદના અવતારોમાં અનંત અનંત ભવ કર્યા છે. અહા! આ બંધે એને ગાફેલ કરી ચારગતિરૂપ સંસારમાં રાગના નાચથી નચાવ્યો છે, રખડાવ્યો છે. અહીં કહે છે હવે અંતરમાં ઉદય પામેલું જ્ઞાન-સમ્યજ્ઞાન તે બંધને ઉડાડી દે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com