________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન
૨૪૧
નહિ. જ્ઞાનાવરણીયને લઈને અહીં (આત્મામાં) જ્ઞાનનો ઘટાડો-વધારો થાય એ વાત બીલકુલ નથી. સમ્યજ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં તે નિમિત્તને એટલે કે ત્રણલોકના નાથને, રાગને કે અલ્પજ્ઞાતાને ગણતું નથી. સમ્યજ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે; તેને તે ગણે છે કે આ મારો નાથ છે.
(૬-૩૨૫) (૬૬૯) અહો ! ત્રણકાળ ત્રણલોકને જાણે એવી જ્ઞાનની શક્તિની ઉદારતા છે. અરે! એના શ્રુતજ્ઞાનમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણે એટલી તાકાત છે. અલ્પજ્ઞાનમાં પણ લોકાલોક જણાય એટલી એની તાકાત છે. શક્તિએ ઉદાર છે અને દશાએ પણ ઉદાર છે. એવો એનો મહિમા છે. અહા ! એના મહિમાનાં ગાણાં પણ એણે સાંભળ્યાં નથી, અને કદાચ સાંભળ્યાં હોય તો સાંભળીને ગાંઠે બાંધ્યાં નથી.
(૬-૩૪૯) (૬૭૦) અહા ! કહે છે-જ્ઞાનની નિર્મળ પર્યાય જાણે મત્ત થઈ ગઈ છે. ભાઈ ! જ્યાં આત્માની જ્ઞાનપર્યાયમાં પોતાનું શુદ્ધ ત્રિકાળી પરિપૂર્ણ સ્વરૂપ જણાયું તો તે પર્યાયમાં વિશ્વના જેટલા પદાર્થો છે તે બધાયનું જ્ઞાન પણ સમાઈ જાય છે. અહાહા..! નિર્મળ જ્ઞાનની પર્યાય જ્ઞાનરસની અતિશયતા વડે સ્વને અને પરને પીને-જાણીને જાણે મત્ત થઈ ગઈ છે. એમ કે હવે શું જાણવાનું બાકી છે? ઝીણી વાત છે પ્રભુ! આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે; તેની જ્યાં અંતર્દષ્ટિ થઈ ત્યાં જ્ઞાનની પર્યાયમાં આખો ત્રિકાળી ભગવાન જ્ઞાનનો સૂર્ય પ્રભુ આત્મા જણાયો અને તે પર્યાયમાં જગતના સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ સમાઈ ગયું; જાણે કે તે પર્યાય સ્વ અને પર-સમસ્ત પદાર્થોને જ્ઞાનમાં પી બેઠી ન હોય ! અહાહાહા... ! શ્રુતજ્ઞાનની પર્યાય પણ પોતાના સ્વપરપ્રકાશકપણાના સામર્થ્ય વડે સ્વ-પર-સમસ્ત પદાર્થોને પીનેજાણીને જાણે મત્ત થઈ ગઈ છે. આવી વાત અજ્ઞાનીને બેસતી નથી.
સમ્યજ્ઞાનની -શ્રુતજ્ઞાનની પર્યાય હો તોપણ તેમાં સ્વસ્વરૂપ જે ત્રિકાળી પૂર્ણ છે તેનું જ્ઞાન થાય છે અને તેમાં જગતના જેટલા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે બધાનું પણ જ્ઞાન થાય છે; અર્થાત્ તે જ્ઞાન બધાને પી ગયું છે પી ગયું છે એટલે? એટલે કે એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે છે એનાથી અનેકગણું વિશ્વ હોય તો પણ તેને તે જાણી લે. અહો ! સમ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે! અહા ! જેને પોતાની સર્વજ્ઞશક્તિનું પરમાત્મશક્તિનું અંતરમાં ભાન થયું તેની જ્ઞાન-પર્યાયનું અદ્દભુત ચમત્કારી સામર્થ્ય છે કે તે જગતના સમસ્ત સ્વ-પર પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાયને પી લે છે. જાણી લે છે. આવી વાત છે.
(૭-૧૯૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com