________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્ય જ્ઞાન
૨૪૫
આ પ્રમાણે રાગથી ભિન્ન પડીને ભગવાન આત્મામાં અંતરએકાગ્ર થતાં પ્રગટ થયેલું જ્ઞાન બંધને ઉડાડી દેતું, આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું, જાણ નક્રિયારૂપ સહજ અવસ્થાને નચાવતું, ધીર, ઉદાર, અનાકુળ અને નિરુપધિ છે. આવું સમ્યજ્ઞાન મહા મંગળ છે. (૮-૧૧)
(૬૭૮) તે જ્ઞાન મહામહિમાવંત છે, માંગલિક છે જેણે ઉપયોગ સાથે રાગની એકતાને તોડી નાખી છે અને જે નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં આશ્રય પામીને સ્વરૂપમાં એકત્વપણે પરિણમ્યું છે. ઉપયોગમાં રાગનું એકત્વ તે મુખ્યપણે બંધ છે. એવા બંધને ઉડાવી દઈને પ્રગટ થયેલું જ્ઞાન નિરાકુળ આનંદનો નાચ નાચે છે. અહાહા...! પહેલાં રાગના એકત્વમાં જે નાચતું હતું તે જ્ઞાન હવે રાગથી જુદું પડીને નિજ જ્ઞાનાનંદ સ્વભાવમાં એકત્વ પામીને આનંદનો નાચ નાચે છે. અહા ! આનું નામ સમ્યજ્ઞાન છે અને તે આનંદનું દેનારું અત્યંત ધીર અને ઉદાર હોવાથી મહામંગળરૂપ છે.
(૮–૧૨) (૬૭૯) શુદ્ધ આત્મા જ્ઞાન છે કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. આ નિશ્ચયજ્ઞાન, સત્યાર્થજ્ઞાન, સમ્યજ્ઞાનની વાત છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું? કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય – નિમિત્ત છે. પહેલામાં (-વ્યવહારમાં) જેમ શબ્દશ્રુતજ્ઞાનમાં શબ્દો નિમિત્ત હતા તેમ અહીં જ્ઞાનમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. અહા! સત્યાર્થ જ્ઞાન અર્થાત્ સમ્યગ્વજ્ઞાનની પર્યાયનો આશ્રય નિમિત્ત-હેતુ શુદ્ધ આત્મા છે. આવી વાત!
અરે! અનંતકાળથી એણે જ્ઞાનનો આશ્રય પોતાના આત્માને બનાવ્યો જ નથી. અગિયાર અંગનું જ્ઞાન કીધું, પણ જ્ઞાનનું કારણ-આશ્રય આત્માને કીધું નહિ. અરે ભાઈ ! શુદ્ધ આત્માનો જેને આશ્રય છે તે સત્યાર્થ જ્ઞાન છે, વીતરાગી જ્ઞાન છે. બાકી શબ્દશ્રુતજ્ઞાન છે એ તો સરાગી જ્ઞાન છે, વિકલ્પરૂપ જ્ઞાન છે. એ તો કળશટીકામાં (કળશ ૧૩માં) આવ્યું ને કે-બાર અંગનું જ્ઞાન વિકલ્પ છે, એ કાંઈ અપૂર્વ ચીજ નથી. બાર અંગનું જ્ઞાન સમકિતીને જ થાય છે, પણ એ કાંઈ વિસ્મયકારી નથી કેમકે તે આશ્રય કરવા લાયક નથી; વાસ્તવમાં એમાં કહેલી શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ કરવા લાયક છે અને તે ભગવાન આત્માના આશ્રયે જ થાય છે. સમજાણું કાંઈ....?
(૮-ર૬૯) (૬૮૦) અહા! જે જ્ઞાનમાં આત્મા હેતુ-કારણ આશ્રય ન થાય તે જ્ઞાન જ્ઞાન જ નથી ભાઈ ! જુઓ ને શું કહે છે? –કે- “ના ૬ ' નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે. અહાહા..! આત્મા અને જ્ઞાન બંને અભિન્ન છે !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com