________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
અધ્યાત્મ વૈભવ એકરૂપ ત્રિકાળી વસ્તુ જે આત્મા છે તેનું જ્ઞાન. અહીં કહે છે-એ ચૈતન્યમય આત્માનું જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ શાસ્ત્ર આદિ જે પરનું જ્ઞાન છે એની વાત નથી. આહાહા.....! આ તો જેમાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નથી એવું જે શુદ્ધ ચૈતન્યમય નિત્યાનંદસ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ-એવા આત્માનું જ્ઞાન તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે.
આવું જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે જ્ઞાનનું જ્ઞાન કહે છે, પરભાવસ્વરૂપ જે અજ્ઞાનરૂપી કર્મમળ તેના વડે ભાસ થવાથી ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થતું નથી. આ શુભભાવ છે તે ધર્મ છે એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન છે તે મેલ છે. આવા અજ્ઞાનરૂપી મેલથી વ્યાપ્ત હોવાથી આત્માનું જ્ઞાન તિરોભૂત થાય છે અર્થાત સમ્યજ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ બાહ્ય મેલથી શ્વેત વસ્ત્રની સફેદાઈ ઢંકાઈ જાય છે તેમ મિથ્યાજ્ઞાનરૂપી કર્મમળથી જ્ઞાનનું (આત્માનું) જ્ઞાન ઢંકાઈ જાય છે. અર્થાત્ સમ્યજ્ઞાન થતું નથી...
ભગવાન જૈન પરમેશ્વર એમ કહે છે કે જ્ઞાનનું જ્ઞાન એટલે જે આત્માનું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! આ શાસ્ત્રનું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે એમ નહિ. ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે એમ નહિ. બર્વિલક્ષી–પરલક્ષી છે ને? ભગવાન! દિવ્યધ્વનિ તો અનંતવાર સાંભળી; પણ તેથી શું? દિવ્યધ્વનિ સાંભળતાં જે ધારણારૂપ પરલક્ષી જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે એમ નહિ. દિવ્યધ્વનિ તો નિમિત્ત માત્ર છે. અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. આખો જ્ઞાનનો પિંડ પ્રભુ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપે અંદર જે બિરાજે છે તેનું જ્ઞાનસ્વસંવેદનશાન થાય તે સમ્યજ્ઞાન છે. આવું જ્ઞાનનું જ્ઞાન, શુભભાવ જે અજ્ઞાન છે, કર્મમળ છે તે વડે ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થવા પામતું નથી, ઘાત પામે છે.
(૬-૧૪૯) (૬૬૨) આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એની સન્મુખ ઢળતાં જે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ઝાઝું શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન છે એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. વળી આ વકીલાતનું કે દાકતરીનું જ્ઞાન હોય તે પણ જ્ઞાન નહિ. જેમાં એલ.એલ.બી. કે એમ.બી.બી.એસ. ઇત્યાદિ પૂંછડાં લગાડ્યાં હોય એ જ્ઞાન તો કુજ્ઞાન છે. જ્ઞાન તો એને કહીએ કે જે પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધાત્માને જાણતું-અનુભવતું થયું પ્રગટ થયું હોય. આ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનારું, તેનો વિરોધી અજ્ઞાન છે. જ્ઞાનને એકલું રાગમાં અને પર પદાર્થને જાણવામાં રોકવું તે અજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાનનું વિરોધી છે. (૬–૧૭૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com