________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
અધ્યાત્મ વૈભવ સમ્યજ્ઞાનની પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યના સ્વરૂપથી મારું સ્વરૂપ ભિન્ન છે. એકકોર ભગવાન આત્મા જ્ઞાનગોળો અને એકકોર આખું લોકાલોક-બન્ને ભિન્ન ભિન્ન, આ લોકાલોકને એક સમયની પર્યાય જાણે તે પર્યાયનું પોતાનું સામર્થ્ય છે. તે પર્યાય એમ વિચારે છે કે હું જ્ઞાયક છે દ્રવ્યથી ભિન્ન છું. જાણે સાતમું દ્રવ્ય! ક્ષુલ્લક ધર્મદાસજીએ શુદ્ધ દ્રવ્યવસ્તુને સમદ્ દ્રવ્ય કહ્યું છે. છ દ્રવ્યથી હું ભિન્ન છું એમ વિચારનારી પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળે છે વિકલ્પમાં એમ વિચારે છે ત્યાં સુધી સૂક્ષ્મ ભેદનો અંશ છે પણ જ્યાં પર્યાય સ્વદ્રવ્યમાં ઢળે છે. એટલે એ ભેદ પણ છૂટી જાય છે. ભાઈ ! આ તો ગૂઢ ભાવો સાદી ભાષામાં કહેવાય છે.
શાસ્ત્રોનું જે જ્ઞાન છે તે પણ છ દ્રવ્યોમાં સમાય છે. કેમકે તે જ્ઞાનના લક્ષે સ્વદ્રવ્યનું લક્ષ થતું નથી. તેનું જ્ઞાન છોડીને દષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેનું લક્ષ કરે ત્યારે જ્ઞાન સમ્યક થાય છે. ભાઈ ! ધર્મ કરવો છે પણ ધર્મ કેમ થાય તેની ખબર વિના તું ધર્મ કેવી રીતે કરીશ? શાસ્ત્રને જાણે, તેની વ્યવહાર શ્રદ્ધા કરે પણ શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થતા વીતરાગી આનંદામૂર્તનો સ્વાદ ન લે તો આત્મજ્ઞાન કેમ થાય? વસ્તુ એકલી અતીન્દ્રિય આનંદમય છે. એ આનંદનો નમૂનો પર્યાયમાં ન આવે ત્યાં સુધી આખી ચીજ આવી છે એવી પ્રતીતિ કેમ થાય?
(૩-૭૦) (૬૫૨) ભાઈ ! શું શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થાય છે? ના, વાંચવાથી જ્ઞાન થતું નથી. જે જ્ઞાનની પર્યાય થાય છે એ તો એનો જન્મકાળ છે તેથી થાય છે, શબ્દોથી થતી નથી. તથા એ પરલક્ષી જ્ઞાન કાંઈ સમ્યજ્ઞાન નથી. સમ્યજ્ઞાન તો જ્ઞાનલક્ષણે કરીને જ્ઞાયકને અનુભવતાં જે જ્ઞાન થાય તે છે. જેવું સ્વરૂપ જ્ઞાનનું છે તેનો નમૂનો પ્રગટે તે સમ્યજ્ઞાન છે. અહા ! આત્મા તો વિજ્ઞાનઘન છે. એમાં કોઈનો પ્રવેશ નથી. આ લોઢાનું ટાંકણું છે ને, એની અંદર પણ અવકાશ છે. લોઢું છે છતાં એમાં થોડો અવકાશ-આકાશના પ્રદેશો છે. તદ્દન લોઢું ધન-એકમેક નથી. જ્યારે આ ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદથી સંપૂર્ણ એકમેક છે.
(૩-૨૩૬) (૬૫૩) કહે છે કે સમકિતીની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. ચાહે તિર્યંચ હો કે શરીરથી આઠ વર્ષની બાલિકા હો. પરંતુ જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અભ્યાસથી નિર્મળ સમકિત થયું છે તેની શ્રુતજ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. અહા! એક સમયની પર્યાય આખાય લોકાલોકના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે? નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો જીવનો સ્વભાવ છે. માટે જ્ઞાની વિશ્વને જાણે છે એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનની પર્યાયનો પણ, ભલે પરોક્ષ જાણે તોપણ, લોકાલોકને જાણવાનો સ્વભાવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com