________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨
અધ્યાત્મ વૈભવ (૬૪૪) શ્રુતજ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે એમ શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. શાસ્ત્રોમાં બે અપેક્ષાએ શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. (૧) અનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ રીતે સ્વાદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન વડ જ્ઞાયકને જાણતાં એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી એ અપેક્ષા વિના અને જાણે છે.) શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા અને શ્રુતજ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. શ્રુતજ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. આમ શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. તેમ નય પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે. તો નય પણ પરોક્ષ જ છે.
(૧-૨૪૭) (૬૪૫) જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન તે ગુણ અને આત્મા ગુણી એવા બેની અભેદદષ્ટિમાં આવતું સર્વ પરદ્રવ્યોથી રહિત અબદ્ધસ્કૃષ્ટ, પોતાની પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ અર્થાત્ વૃદ્ધિહાનિથી રહિત પોતાના ગુણોમાં એકરૂપ અભેદ તથા પરનિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપ, સુખ-દુઃખની કલ્પનાથી રહિત જે નિજસ્વરૂપ તેનો અનુભવ એ જ્ઞાનનો અનુભવ છે અને એ સમ્યજ્ઞાન છે, જૈનધર્મ છે. જૈનશાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સમ્યજ્ઞાન નથી. જિનવાણી તો બાજુ પર રહી, અહીં તો જિનવાણી સાંભળતાં જે જ્ઞાન ( વિકલ્પ ) અંદર થાય છે એ સમ્યજ્ઞાન છે એમ નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે એને દષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવ ન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, સમ્યજ્ઞાન છે જૈનશાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાન છે. શુદ્ધજ્ઞાનરૂપ સ્વસવેદન, જ્ઞાનનું (ત્રિકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.
(૧-ર૬૮) (૬૪૬) જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેમ જ્ઞાનીને પરણેયો અને શુભાશુભભાવથી ભિન્ન એક નિજ જ્ઞાયકમાત્રને જ્ઞાનનો જ્ઞાનમાત્ર સ્વાદ આવે છે. એ નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે.
(૧-ર૬૮) (૬૪૭) જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં-એટલે ભગવાન આત્માના જ્ઞાનમાં પુણ્ય-પાપ દયા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com