________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
૨૨૯
આખી ખંડખંડ થઈ જાય છે. અર્થાત્ પૂર્ણ આત્મવસ્તુ દષ્ટિમાંથી ખોવાઈ જાય છે, જ્ઞાન અને દૃષ્ટિમાં આત્મવસ્તુની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! એક એક નયથી જોતાં એક એક નય-ધર્મ ઊપસી આવે છે, તત્સંબંધી વિકલ્પ ઊઠે છે, પણ અખંડ અભેદ વસ્તુ લક્ષમાં આવતી નથી આત્માને ભેદથી જ્યાં દૃષ્ટિમાં લેવા જાય છે ત્યાં ભેદ-વિકલ્પ ઊઠે છે, પણ અભેદ લક્ષમાં આવતો નથી, એટલે દષ્ટિમાં તે ક્ષણે તે ગુમ થઈ જાય છે. અહાહા...! પરથી ને રાગથી આત્માની પ્રાપ્તિ થવાનું તો દૂર રહો, અહીં કહે છે-આત્માને તેના એક એક ગુણથી જોવા જતાં તેની પ્રાપ્તિ થતી નથી.
અહાહા...! આવી આત્મવસ્તુ એકાન્ત શાન્ત છે, સર્વથા શાન્ત છે. શાન્ત... શાન્ત... શાન્ત.. શાન્તસ્વરૂપ જ આત્મા છે એમ, કહે છે, અમે અનુભવીએ છીએ. અહાહા...! દૃષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે. એક છે ને એકાન્ત શાન્ત છે; જેમાં વિકલ્પનો કોલાહલ ને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે.
અહાહા...! અનેકાન્ત સ્વરૂપ ભગવાન આત્મા એકાન્ત શાન્ત ભાવમય છે, પૂર્ણ શાન્ત છે. વળી તે અચળ છે. કર્મના ઉદયથી કદીય ચળે નહિ એવો ત્રિકાળ અચળ છે. અહાહા...! કહે છે–સદાય અચળ છે એવું ચૈતન્યમાત્ર તેજ હું છું. લ્યો, આવા આત્માને દૃષ્ટિમાં લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાઈ..? આવો મારગ ભાઈ! આત્મા જિનસ્વરૂપ જ છે. જિન અને જિનવરમાં કાંઈ જ ફેર નથી. (૧૧-૨૪૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com