________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
૨૨૭
આશ્રય' એમ વાત આવે છે, પણ ત્યાં ‘જ્ઞાન' શબ્દે અભેદ એકરૂપ આત્મા' એમ અર્થ છે. ભાઈ, આ તો ધીરજથી સમજવાની અંતરની વાતુ છે.
6
,
.
‘ ચિદ્વિલાસ ' માં પરિણમનશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે-આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઊઠે છે ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં) દીધી છે કે વ્યાશ્રયા નિર્મુના ગુજ: ' એટલે કે દ્રવ્યના આશ્રર્ય ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ત્યાં જ ‘મુળપર્યયવત્ દ્રવ્યમ્' ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, પણ ગુણ ન કહ્યો. મતલબ દ્રવ્યની પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઊઠે છે. ગુણમાંથી નહિ. શક્તિ-ગુણ એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે, ને તે વિશેષતારૂપ દ્રવ્ય પરિણમી જાય છે. કાંઈ વિશેષતા-ગુણ સ્વતંત્ર પરિણમે છે એમ નથી.
દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. તેથી દ્રવ્ય પરિણમતાં શક્તિ પરિણમી એમ કહેવામાં આવે છે. મતલબ કે અભેદ એક ત્રિકાળી શુદ્ઘ દ્રવ્યની દૃષ્ટિ કરવાથી દ્રવ્યની સન્મુખ થઈ પરિણમવાથી આખું દ્રવ્ય નિર્મળ પરિણમે છે. ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, પણ દ્રવ્યની પરિણિત ભેગી ગુણની પિરણિત ઊઠે છે. આમ-આ રીતે ગુણ-ગુણીના ભેદની દૃષ્ટિ છોડવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. ભાઈ! તારા ચૈતન્યનિધાનમાં અનંતા ગુણનિધાન ભર્યા છે. તેને જાણી અનંતગુણનિધાન એવા શુદ્ધ ચૈતન્યનિધાનમાં દષ્ટિ કર, તેથી તને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિર્મળ નિર્મળ પરિણતિ પ્રગટ થશે. આવો મારગ અને આ ધર્મ છે, બાકી બધું થોથેથોથા છે. ( ૧૧–૧૮૦)
(૬૩૨ )
અહાહા...! શું કહે છે? કે સદાય અસ્ખલિત-અચલિત એવો-ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. તેને નિષ્કપ ગ્રહણ કરવાથી અર્થાત્ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં પકડવાથી-જાણવાથી મુમુક્ષુઓને-કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય તેમને–તત્કાલ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જુઓ આ ઉપાયની પ્રાપ્તિની રીત! શુદ્ધ આત્માના ગ્રહણ દ્વારા જ સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત થાય છે. (૧૧–૨૩૧ )
(૬૩૩)
જાતિસ્મરણથી સમ્યગ્દર્શન પામે, દેવ-ગુરુથી પામે, જિનબિંબના દર્શનથી પામે, ઇત્યાદિ શાસ્ત્રમાં આવે એ તો કોના ઉ૫૨ લક્ષ હતું ને છોડયું તે બતાવનારા કથન છે. બાકી ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાન કરવું-બસ એ જ જન્મ-મરણના અંતનો ઉપાય છે. સાતમી નરકનો નાકી સ્વનો આશ્રય લઈને સમકિત પામે છે. આ સિવાય શું સ્વર્ગમાં કે શું નરકમાં-જ્યાં જાય ત્યાં બધે પોતાની શાંતિને શકનારા અંગારા જ છે. જિનબિંબના દર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મનો ક્ષય કરી સમકિત પામ્યો એમ શાસ્ત્રમાં આવે, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. જિનબિંબના દર્શન કાળે તેનું લક્ષ છોડી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com