________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
અધ્યાત્મ વૈભવ પોતે જે જિનસ્વરૂપ છે તેનું લક્ષ કરે તો સમકિત થાય છે. સ્વદ્રવ્યના આશ્રયે જ સમકિત થાય છે. આ એક જ રીત છે. ભાઈ, તું બીજી રીતે દયા, દાન, વ્રત, તપથી થાય એમ માન પણ એ તો તારી હઠ છે. અરેરે! શું થાય? ભવભ્રમણનો એને થાક લાગ્યો નથી તેથી સંસારથી છૂટવું ગોઠતું નથી. ઘણા દિવસોના કેદીની જેમ તેને ભવભ્રમણ કોઠે પડી ગયું છે, એક ભવમાંથી બીજા ભવમાં જવા તૈયાર છે. પણ તત્ત્વની વાત સમજવા તે તૈયાર નથી; તત્ત્વ એને ગોઠતું નથી.
બાકી જુઓને, આશું કહે છે? આહાહા...! અસ્ખલિત-જેના ચૈતન્યનો પ્રવાહ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ એકરૂપ અચલ છે એવા ભગવાન આત્માને નિષ્કપ-નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં પકડવાથી તેને તત્ક્ષણ જ અપૂર્વ એવી ભૂમિકાની અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. લ્યો, હવે આ સિવાય બીજી કોઈ વિધિ-રીત નથી. ગુરુની કૃપાથી સમકિત થયું એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા-પોતે જ છે. જ્યારે પોતે અંતર્મુખ થઈ સમકિત પ્રગટ કરે ત્યારે ગુરુ બહારમાં નિમિત્તરૂપે હોય તો ઉપચારથી ગુરુની કૃપા થઈ એમ કહેવાય છે. સમજાણું કાંઈ ? (૧૧–૨૩૧ )
(૬૩૪ )
અહાહા...! સમ્યગ્દર્શનરૂપી ધર્મની ધજા જેને હસ્તગત કરી છે તેને હવે જગતમાં લૂંટનારાઓ કોઈ નથી. અહાહા...! તે મુમુક્ષુઓ નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં મસ્તી કરતા-મોજ કરતા-લહેર મારતા, પોતાથી જ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા..., અહાહા...! ભાષા તો જુઓ, સાધક ચોથે, પાંચમે, છà વગેરેમાં પોતાના જ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીત પ્રવર્તે છે, વ્યવહારમાં કે નિમિત્તમાં લીન થઈ પ્રવર્તતા નથી. વળી નિષ્કપપણે આત્માને ગ્રહણ કરતાં નિર્મળ રત્નત્રયની–અનાકુળ આનંદની ધારા (પ્રવાહ) જે ક્રમે ક્રમે પ્રગટ થઈ રહી છે તે પોતાથી જ થઈ છે, ને અક્રમે ગુણો રહેલા છે તેય પોતાથી જ રહેલા છે-આ રીતે મુમુક્ષુઓ પોતાથી જ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા તે અનેક ધર્મની મૂર્તિઓ છે. અહાહા.....! અક્રમે પ્રવર્તતા અનંત ગુણ અને ક્રમે પ્રવર્તતી તેની નિર્મળ નિર્મળ પર્યાયો –તે રૂપ પોતાથી જ થતા તે મુમુક્ષુઓ, કહે છે અનેક ધર્મની મૂર્તિઓ છે. ગજબ વાત છે ભાઈ! અહાહા...! તેઓ સાધકભાવથીનિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ, એટલે કે ઊંચામાં ઊંચી ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે; એટલે કે તેઓ સાદિ અનંત એવા સિદ્ધપદને પાત્ર થાય છે; હવે તેમને ફરીને સંસાર હશે નહિ. આવી વાત! (૧૧–૨૩૧ )
(૬૩૫ )
આત્મા વસ્તુએ અભેદ એક છે, તેમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમય વસ્તુ અભેદ એક છે. અહા! આવા આત્માને એક એક નયથી જોતાં આત્મવસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com