________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
૨૨૫ એકલા અભેદની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રરચિત આત્મસિદ્ધિમાં “અનુભવ, લક્ષ, પ્રતીત' –એમ શબ્દો આવે છે. ત્યાં અનુભવ તે ચારિત્રપર્યાય, લક્ષ તે જ્ઞાનની પર્યાય ને પ્રતીત તે શ્રદ્ધાની પર્યાય છે. પ્રવચનસારમાં અનુભવને જ્ઞાનપર્યાય કહી છે, તથા શુભરાગની ક્રિયાથી નિવૃત્તિ અને જાણનાર-દેખનાર સ્વભાવમાં રમણતાને ચારિત્રની પર્યાય કહી છે. નગ્નદશા અને પંચ-મહાવ્રતની ક્રિયા એ કાંઈ વાસ્તવિક ચારિત્ર નથી.
પ્રશ્ન- તો સમ્યગ્દર્શન બે પ્રકારનું છે?
ઉત્તર- ના, સમ્યગ્દર્શન બે પ્રકારે નથી, સમ્યગદર્શન તો એકલી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ એક જ પ્રકારનું છે, તેનું કથન બે પ્રકારે છે-એક દર્શનપ્રધાન અને બીજાં જ્ઞાનપ્રધાન. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન નિરૂપણ છે, સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે. (૧૧-પ૬)
(૬૨૮) -પશુને પણ જ્ઞાનમાં બધો ખ્યાલ આવી જાય છે. હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ થાય છે તે દુઃખ છે-આમ જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાન પશુને થાય છે; નામ ભલે ન આવડે, પણ તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્ધાન એને બરાબર થાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આનો ખુલાસો કીધો છે. ત્યાં કહ્યું છે કે-તિર્યંચને નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે, પણ તેનું ભાવભાસન તેને યથાર્થ છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ નિશ્ચય કરી, નિમિત્ત, રાગ ને પર્યાયનો આશ્રય છોડી, ત્રિકાળી નિજ જ્ઞાયકભાવનો આશ્રય કરતાં અનાકુળ આનંદનો સ્વાદ આવે છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અહા ! આવી ધર્મ-પરિણતિ પશુને પણ થતી હોય છે, તેમાં શાસ્ત્ર ભણવાની અટક નથી.
(૧૧-૧૫૦) (૬૨૯) અહા ! ધર્મીને સમ્યગ્દર્શન સાથે જ્ઞાનની-સમ્યજ્ઞાનની દશા થઈ છે. તે જ્ઞાનમાં એમ જાણે છે કે-મારી પર્યાયમાં વિકાર છે. અને પરિણમન અપેક્ષા તેનો હું કર્તા છું. પરંતુ દષ્ટિ વિકારને પોતાના સ્વરૂપમાં સ્વીકારતી નથી. તેથી દષ્ટિની પ્રધાનતામાં હું તો વિકારથી શૂન્ય છું' - એમ જ્ઞાની અનુભવે છે. અહીં સમયસારમાં દષ્ટિની પ્રધાનતા છે. દષ્ટિની પ્રધાનતામાં વિકાર ગૌણ ગણી, નથી–અભાવરૂપ છે એમ કથન હોય છે. જ્યારે જ્ઞાન તો ક્રમમાં જે કિંચિત રાગ છે તેને પોતાના અપરાધરૂપ જાણે છે.
દ્રવ્ય સ્વભાવ છે તે અશુદ્ધ અવસ્થાથી શૂન્ય છે, સર્વ ગુણની પર્યાયો પણ અશુદ્ધતાથી શૂન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્ય ગુણો અશુદ્ધ થતા નથી, અમુક ગુણના પર્યાય અશુદ્ધ થાય છે. સામાન્ય ગુણોમાં એક પ્રદેશત્વ ગુણની પર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com