________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
અધ્યાત્મ વૈભવ
સ્વપરને જાણવાના સ્વભાવવાળું જ્ઞાનમાત્રભાવસ્વરૂપ તત્ત્વ છે. પર અને રાગ એના સ્વરૂપમાં નથી. પર અને રાગને પોતાના માનવા એય એનું સ્વરૂપ નથી. (૧૦-૩૦૪ )
(૬૨૬) અહા ! દૃષ્ટિના વિષયભૂત એવો જે એકરૂપ સ્વભાવ-તેની પ્રાપ્તિ–તેનો આશ્રય તો પર્યાયમાં હોય છે. હવે જે વસ્તુના પર્યાયને ને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દષ્ટિ સમ્યકષ્ટિ કેમ હોય? હોતી નથી, વસ્તુ તો બાપુ! દ્રવ્યપર્યાયરૂપ છે, દ્રવ્યપણે પણ છે. ને પર્યાયપણે પણ છે, દ્રવ્યપણે જે એક છે, તે જ પર્યાયોથી અનેક છે. એકાંતે દ્રવ્યરૂપ-એકરૂપ જ વસ્તુ છે એમ નથી. પરંતુ એકાંતવાદી એકાન્ત એકપણું ગોતીને પર્યાયને છોડી દે છે, ને એ રીતે તે પોતાના સત્ત્વનો જ નાશ કરે છે. સમજાણું કાંઈ.....?
વસ્તુના અનંત ધર્મોને યથાવત્ જાણનાર સ્યાદ્વાદી સમ્યક્રદૃષ્ટિ તો, પર્યાયમાં અનેકને જાણવાપણું ભલે હો, હું તો નિત્ય ઉદયમાન અખંડ એકદ્રવ્યાપણાને લીધે એક છું. પર્યાયમાં અનેકને જાણવાપણું છે એય મારો સ્વભાવ છે. પણ તેથી સદાય પ્રકાશમાન એકરૂપ દ્રવ્યસ્વભાવને શું છે? એ તો એક અખંડિત જ છે. અહા! આમ શયોના ભેદોથી જ્ઞાનમાંવસ્તુમાં ભેદ-ખંડ પડી ગયો એવા ભ્રમનો નાશ કરતો થકો, અનકપણાને ગૌણ કરતો, તે નિબંધપણે એક જ્ઞાયકસ્વરૂપને દેખે છે અનુભવે છે. લ્યો, આનું નામ ધર્મ છે. (૧૦-૪૧૩).
(૬ર૭) છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય અકાળે પ્રગટ થાય તેનું નામ કાળલબ્ધિ છે, તે એની જન્મક્ષણ છે. પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય એવો જ જ્ઞયનો સ્વભાવ છે. શ્રી જયસેનાચાર્યદવે પ્રવચનસારના યાધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. જ્ઞયનો સ્વભાવ જ એવો છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય; તે તેની જન્મક્ષણ છે એમ સમ્યગ્દષ્ટિ પ્રતીતિ કરે છે. સમ્યગ્દર્શનનો વિષય ભલે અભેદ એક જ્ઞાયક છે, પણ જ્ઞાનપ્રધાન શૈલીથી જ્ઞાન અને શેય–બન્નેથી યથાર્થ પ્રતીતિને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે છે. એકલા દ્રવ્યની અભેદ દષ્ટિ તે સમ્યગ્દર્શન એ દર્શનપ્રધાન કથન છે. જ્યારે
પ્રવચનસારમાં ગાથા ૨૪૨માં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે-“યતત્ત્વ અને જ્ઞાનતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય છે; જ્ઞયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે જ્ઞાયપર્યાય છે; ય અને જ્ઞાતાની જે ક્રિયાન્તરથી નિવૃત્તિ તેના વડે રચાતી દરજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે.”
જુઓ, અહીં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગદર્શનની વ્યાખ્યા છે, દષ્ટિપ્રધાન કથનમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com