________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
અધ્યાત્મ વૈભવ ભલે પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ તીવ્ર હોય, છતાં ધ્રુવ દ્રવ્ય જે છે તે તો એવું ને એવું એકરૂપ શુદ્ધ છે. તથા આત્માનું જ્ઞાન-દર્શન અને રમણતા થતાં પણ ધ્રુવ દ્રવ્ય તો એવું ને એવું જ છે. કેવળજ્ઞાન પ્રગટે ને સિદ્ધપદ પ્રગટે ત્યાં પણ અંદર દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યરૂપ એવું ને એવું છે. અહા ! આવું ચૈતન્ય-ચમત્કારી દ્રવ્ય અંદર છે તે શુદ્ધનયનો વિષય છે.
(૧૦-૨૭) (૬૨૦) અહાહા...! ત્રિકાળી દ્રવ્ય ચમત્કારી ને તેની એકેક પર્યાય પણ ચમત્કારી છે. કેવળજ્ઞાનની એક સમયની એક પર્યાય એકેક દ્રવ્યને, તેના એકેક ગુણને, તેની એકેક પર્યાયને, તેના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને, નિમિત્તને, રાગ-દરેકને એક સમયમાં ભિન્ન ભિન્નપણે જાણે છે. અહા ! આવો જેની પર્યાયનો ચમત્કાર છે એવો અનંત શક્તિ સંપન્ન ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા છે. આમાં ચૈતન્યની મુખ્યતા લીધી છે, પણ ચૈતન્ય સાથે જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા, પ્રકાશ, કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અહાહા..! અનંત શક્તિઓનું અભેદ એક દળ એવું આત્મદ્રવ્ય તે દષ્ટિનો વિષય છે.
(૧૦-૨૭) (૬૨૧) આ જગતમાં અનંત આત્માઓ છે; તેનાથી અનંતગુણા પુદ્ગલ-પરમાણુ છે, તેનાથી અનંતગુણાના ત્રણકાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવદ્રવ્યના ગુણો છે. આવો અનંતશક્તિવાળો ભગવાન આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. અહાહા....! જેમાં રાગ નહિ, ભંગ-ભેદ-નહિ, અલ્પજ્ઞતા નહિ એવો ચૈતન્ય ચમત્કાર, આનંદ-ચમત્કાર, શાંતિચમત્કાર, પ્રભુતાચમત્કાર, વીર્યચમત્કાર, -એમ અનંત અનંત શક્તિઓના ચમત્કારરૂપ ભગવાન આત્મા છે. તે નિત્ય છે, જેને આદિ નથી, અંત નથી એવી અનાદિ અનંત શુદ્ધ શાશ્વત વસ્તુ છે. શક્તિ અનંત છે છતાં વસ્તુ અંદર અભેદ એકરૂપ છે. અહા! આવી અનંતગુણમંડિત, અભેદ, એક શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા દષ્ટિનો વિષય છે તેના આશ્રયથી ધર્મનું પ્રથમ સોપાન એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (૧૦-૨૮)
(૬૨૨) અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રણલોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય છે. અહાહા...! એની એક સમયની પર્યાય સ્વ-પર સહિત અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયને-પૂરા લોકાલોકને જાણે એવા સામર્થ્યવાળી છે. હવે આવા સામર્થ્યવાળી પોતાની પર્યાયની જેને ખબર નથી તે પર્યાયવાન નિજદ્રવ્યના અનંતા સામર્થ્યને શું જાણે? અહા ! એક સમયની વર્તમાન પર્યાય પાછળ અંદર બેદસ્વભાવભરેલું ત્રિકાળી સત્ત્વ પડ્યું છે, તે ત્રિકાળી સને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com