________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
અધ્યાત્મ વૈભવ સમકિતનો વિષય નથી. દેખનારને દેખું એવો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. એ તો આગળ કહેશે કે દેખનારને દેખવો, શ્રદ્ધનારને શ્રદ્ધવો-એય વ્યવહારનય છે. અરે! લોકોને સત્યમાર્ગની ખબર નથી!
(૯-૩૬૦) (૬૧૫) અહો ! કેવળીના કડાયતી દિગંબર સંતોએ ગજબની વાત કરી છે. કહે છે ચેતયિતા તે સ્વ અને ચેતયિતા તેનો સ્વામી એવા બે અંશરૂપ ભેદ-વ્યવહારથી જીવને કાંઈ લાભ નથી; કેમકે અંશ-ભેદના લશે તો રાગ જ થાય છે. માટે, દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. આવો દર્શક ત્રિકાળી ધ્રુવ એકરૂપ અભેદ વસ્તુ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે; અર્થાત્ શુદ્ધ દર્શક પ્રભુ આત્મા એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
અહાહા...દયા, દાન, વ્રત, આદિના પરિણામથી તો સમ્યગ્દર્શન નહિ, પણ તેને દેખવા-શ્રદ્ધવાથી પણ સમ્યગ્દર્શન નહિ. દેખનારનો દેખનાર છે એવા ભેદના લક્ષે પણ સમ્યગ્દર્શન થતું નથી. તો સમ્યગ્દર્શન કેમ થાય? તો કહે છે-હું એક જ્ઞાયક જ છું એમ અભેદની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે અને તે ધર્મનું પ્રથમ સોપાન છે. (૯-૩૬૨).
(૬૧૬) ભાઈ ! સમકિત વિના તારાં સઘળાં વ્રત, તપ જૂઠા છે; ભગવાને એને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. ભાઈ ! વ્રત, તપ આદિમાં અને ભેદ-વ્યવહારમાં તું રોકાઈ રહે એથી તને કાંઈ લાભ નથી.
આ રીતે અહીં એમ બતાવ્યું કે - ૧. આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે-એ વ્યવહાર કથન છે;
૨. આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધ છે એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે;
૩. દર્શક દર્શક જ છે- એ નિશ્ચય છે.
પોતે અભેદ એકરૂપી દ્રષ્ટાસ્વભાવી ભગવાન છે તેની દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય પર-નિમિત્તથી, રાગથી કે ભેદ-વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. (૯-૩૬૩)
(૬૧૭) અહાહા..! આત્મા આખી વસ્તુ જે છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય એમ ત્રિ-સર્વસ્વરૂપ છે. તેમાં ઉત્પાદ-વ્યયરૂપ છે તે પર્યાય છે, અને ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે દ્રવ્ય છે. આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. અંશ છે ને? એક સમયની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com