________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
૨૨૧
પર્યાય તે અંશ છે, ને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ અંશ છે; પણ ધ્રુવ દ્રવ્ય છે તે પૂર્ણ છે, શુદ્ધ એકરૂપ છે. અહા! આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ચૈતન્ય-સામાન્ય ધ્રુવ એક જ્ઞાયકભાવરૂપ-તે જેણે દષ્ટિમાં સ્થાપ્યું છે તે સમ્યગ્દષ્ટિ છે.
અહાહા...! અંદર વસ્તુ અનંત-અનંત ગુણસ્વરૂપ શુદ્ધ ચૈતન્યચમત્કાર છે તેના નિરૂપણમાં અર્થાત્ અનુભવમાં જેણે બુદ્ધિને સ્થાપી છે અને જે શુદ્ધ તત્ત્વને અનુભવે છે તે સમ્યગ્દષ્ટિ પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈ પણ દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. આ ચોથા ગુણસ્થાનની વાત હો; પાંચમે શ્રાવકની ને છઠ્ઠે સાતમે મુનિની તો કોઈ ઓર અલૌકિક દશા હોય છે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદ પ્રભુ સદા અંદર એકપણે બિરાજમાન છે. અહાહા...! એનો જેને અનુભવ થયો તેને પર્યાયમાં આનંદની ભરતી આવે છે. સમુદ્રમાં જેમ પાણીની ભરતી આવે છે ને? તેમ સમ્યગ્દષ્ટિ ધર્માત્માને પોતાના પૂરણસ્વરૂપની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદ અને શાંતિની ભરતી આવે છે. અહા! આવા ધર્મ પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. શું કીધું? શુદ્ધ આત્મદ્રવ્યમાં આ શરીર, મન, વાણી, પૈસા, કર્મ ને પુણ્ય-પાપના ભાવ રહેલા છે એમ જ્ઞાની ધર્મી પુરુષને કદાપિ ભાસતું નથી. આ એક આંગળીમાં જેમ બીજી આંગળી રહેલી ભાસતી નથી તેમ જ્ઞાનીને એક વસ્તુમાં બીજી વસ્તુ ભાસતી નથી; કેમકે એક વસ્તુમાં બીજી વસ્તુનો ત્રિકાળ અભાવ છે. (૯-૩૯૨ )
(૬૧૮ )
અહાહા...! અબદ્વત્કૃષ્ટ ચિદાનંદઘન પ્રભુ અંદર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે અને તે શુદ્ધનયનો વિષય છે. નિયમસારમાં સંત-મુનિવર પદ્મપ્રભમલધારિદેવ કહે છે-પૂર્ણાનંદનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ-તેને અનુભવવો તે અમારો વિષય છે. જ્ઞાન છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાને જાણે, પણ દષ્ટિનો વિષય તો શુદ્ધ, એક, ધ્રુવ, નિર્વિકલ્પ વસ્તુ છે, જેમાં પર્યાયનો પણ અભાવ છે. શું કીધું? જે પર્યાય ધ્રુવને વિષય કરે છે તે પર્યાયનો ધ્રુવમાં ત્રિકાળી પ્રભુમાં અભાવ છે. (૧૦–૨૬)
( ૬૧૯ )
અહા ! દૃષ્ટિનો વિષય જેમાં રાગ નહિ, ભેદ નહિ, નિમિત્ત નહિ, અપૂર્ણતા નહિ અને એક સમયની પર્યાય પણ નહિ એવી ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદમય વસ્તુ છે. અહાહા..! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ એક જ સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન નથી, પર્યાય નથી; ત્રિકાળી ધ્રુવ એકરૂપ ચૈતન્યવસ્તુ એ સમ્યગ્દર્શનનો વિષય છે. અહા! જેમાં ધ્રુવની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધ્રુવમાં નથી અને ધ્રુવ એમાં ગયું નથી. બહુ ઝીણી વાત! ધ્રુવ તો જેમ છે તેમ સદા એકરૂપ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com