________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
૨૧૯ ત્યાં તે પરને શ્રદ્ધા છે તો પોતારૂપ-દર્શનરૂપ રહીને શ્રદ્ધા છે કે પરરૂપ થઈને શ્રદ્ધા છે? પોતારૂપ રહીને શ્રદ્ધ છે; અહીં કહે છે-જો પરનો થઈને એટલે કે પરરૂપ થઈને શ્રદ્ધ તો આત્મા પરસ્વરૂપ જ થઈ જાય, અને તો તે દર્શનરૂપ સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય. પણ દ્રવ્યનો ઉચ્છેદ કદીય થતો નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થવાના પૂર્વે જ ગાથા ૧૦૩ માં નિષેધ કર્યો છે. માટે, કહે છે, એમ સિદ્ધ થયું કે દર્શક એવો ચૈતયિતા પરનો પુગલાદિનો નથી.
મુદ્દાની બે વાતઃ ૧. આત્મા દર્શનગુણના સ્વભાવથી ભરેલો ભગવાન છે; અને
૨. જે દશ્ય બાહ્ય પદાર્થ છે તે દર્શનગુણથી ખાલી પદાર્થ છે. ભાઈ ! જ્યાં તું (–દર્શક ) છો ત્યાં દેશ્ય પદાર્થ નથી અને જ્યાં દશ્ય પદાર્થ છે ત્યાં તું (-દર્શક) નથી. એટલે કે દેશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટાસ્વભાવ પ્રગટ થતો નથી. હવે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રયના પરિણામ છે ને? અહીં કહે છે-એ વ્યવહારરત્નત્રયના પરિણામનું શ્રદ્ધાન કરવાથી અંદર દષ્ટિસ્વભાવ પ્રગટ થતો નથી.
તો સાત તત્ત્વનું શ્રદ્ધાન કરવું સમ્યગ્દર્શનકહ્યું છે ને? - બાપુ! દશ્ય એવાં એ સાત તત્ત્વ તેને ચેતયિતા –આત્મા દેખે -શ્રદ્ધે છે એમ કહીએ એ વ્યવહારનયથી છે, ઉપચારથી છે. બાકી સાત તત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનમાં દર્શકના ગુણનો તો અભાવ છે. શું કીધું? વ્યવહારરત્નત્રયના પરિણામમાં દર્શક ગુણનો અભાવ છે. અહાહા...! દર્શનગુણથી ભરેલો ચેતયિતા પ્રભુ વ્યવહારરત્નત્રયના રાગને દેખે-શ્રદ્ધે છે એમ કહીએ તે વ્યવહાર છે, ઉપચાર છે. આવી વાત!
ભાઈ ! શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર અને વ્યવહારરત્નત્રયનો રાગ ઇત્યાદિ સર્વ પદ્રવ્યરૂપ છે. તેને ચેતયિતા દેખે-શ્રદ્ધા છે એમ કહીએ તે વ્યવહાર છે. અહાહા...! દર્શક એવો આત્મા તે તે પદાર્થોને દેખવાકાળે દશ્યરૂપ થઈને દેખે છે કે પોતારૂપ દર્શકરૂપ રહીને દેખે છે? પોતારૂપ રહીને દેખે છે જો દશ્યરૂપ-પરદ્રવ્યરૂપ થઈને દેખે તો તે પરદ્રવ્ય જ થઈ જાય; અને તો તેને-ચતયિતા સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પણ એમ બનતું નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરપણે સંક્રમણ થવું અશક્ય છે. માટે, કહે છે-દર્શક પુદગલાદિ પરદ્રવ્યોનો નથી, દેવનો નથી, ગુરુનો નથી, શાસ્ત્રનો નથી, વ્યવહારરત્નત્રયનો નથી. અહીં તો બહારના સર્વ દશ્ય પદાર્થોથી ખસીને શુદ્ધ એક દર્શન-શ્રદ્ધાનગુણથી ભરેલા ભગવાન આત્માની અંતર્દષ્ટિ કરવી બસ એ એક જ પ્રયોજનની વાત છે. સમજાય છે કાંઈ... ? માટે હવે દશ્ય પદાર્થોને દેખવાનું છોડી એક દેખનારને અંતમાં દેખ. સમ્યગ્દર્શનનો વિષય તે એક જ્ઞાયક-દર્શક પ્રભુ જ છે. એ સિવાય જગતની કોઈ પરવસ્તુ, એક સમયની પર્યાય કે ગુણગુણીનો ભેદ-વિકલ્પ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com