________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય).
૨૧૭ ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવને સૌ પ્રથમ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરે ત્યારે, ચોથે ગુણસ્થાને ઔપથમિક સમ્યગ્દર્શન થાય છે. આ ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે, પછી ચારિત્રમાં ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. આ ઉપશમભાવ એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમ જ તેનો સર્વથા ક્ષય પણ થઈ ગયો નથી.
(૯-૧૧૦) (૬O૯) સમ્યગ્દર્શનનો વિષય-લક્ષ્ય એવું જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય, ચાર પર્યાય વિનાની ચીજ, તે શક્તિલક્ષણ શુદ્ધ પારિણામિકભાવ જાણવો. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને તે નિરાવરણ છે. અહાહા...! ભવ્ય હો કે અભવ્ય હો, તેમાં જે ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વ છે તે શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી નિરાવરણ છે. અહા! જેમાં ચાર પર્યાય નથી તેમાં આવરણ કેવું? (આવરણ તો પર્યાયમાં હોય છે ). આવું જે શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ-અહાહા ! ચૈતન્ય.... ચૈતન્ય... ચૈતન્ય.. એમ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ શુદ્ધ જીવત્વ છે તે નિરાવરણ શુદ્ધ પારિણામિકભાવ છે અને તે બંધ-મોક્ષના પરિણામથી રહિત છે. અર્થાત્ તે બંધ-મોક્ષના પરિણામનું કારણ નથી. (૯-૧૧૩)
(૬૧૦) અહીં કહે છે-સહજ શુદ્ધ નિજપરમાત્મદ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. શું કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો “અપ્પા સો પરમ અપ્પા' અર્થાત્ ભગવાન આત્મા અંદર સદા પરમાત્મસ્વરૂપે વિરાજે છે, તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે તેવી અને તેવડી એની પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને ય બનાવી હું આ (-શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન પરમજ્યોતિ સુખધામ) છું એવી પ્રતીતિ કરવી એનું નામ અંત:શ્રદ્ધાન છે અને આત્માનું અંતઃશ્રદ્ધાન કહો, રુચિ કહો કે સમ્યગ્દર્શન કહો-એક જ વાત છે.
(૯-૧૨૭) (૬૧૧) બાપુ! વીતરાગનો મારગ રાગથી સદાય અનેરો છે. ચોથે ગુણસ્થાને શુદ્ધતાનો જે અલ્પ અંશ પ્રગટ થયો તેમાં પણ રાગનો અભાવ જ છે શુદ્ધતામાં રાગ નહિ, ને રાગમાં શુદ્ધતા નહિ; બન્નેની જાતિ જ ભિન્ન છે. સમ્યગ્દષ્ટિને દ્રવ્યમાં રાગ નહિ, ગુણમાં રાગ નહિ ને જે નિર્મળ પરિણતિ થઈ તેમાંય રાગ નહિ. આમ તેને દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય રાગરહિત શુદ્ધ વર્તે છે. અભેદ એક “શુદ્ધ' ને ભાવતાં તેને શુદ્ધતાનું પરિણમન થયા કરે છે. આવી શુદ્ધતાની પૂર્ણતા થાય તે મોક્ષ; અને અંશે શુદ્ધતા તે મોક્ષમાર્ગ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com