________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
અધ્યાત્મ વૈભવ હતી તે અંદર અભેદ એક સામાન્ય તરફ ગઈ તેને અભેદનો અનુભવ કહેવામાં આવે છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ છે. (૮-૪૪૧)
(૬૦૫ )
જ્યાં દ્રવ્યદષ્ટિ, અધ્યાત્માની દૃષ્ટિ કરાવવી હોય ત્યાં (શાસ્ત્રમાં ) એમ આવે કે પર્યાય દ્રવ્યમાં નથી, અને તેથી પર્યાય દ્રવ્યથી ઉત્પન્ન થતી નથી; પર્યાયનો કર્તા દ્રવ્ય નથી, પર્યાય પર્યાયથી ઉત્પન્ન થાય છે. પરમાત્મપ્રકાશ ગાથા ૬૮ માં આવે છે કે-ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ આત્મા જ એક ૫૨માર્થ વસ્તુ છે. તે મોક્ષમાર્ગ આદિ પર્યાયનો કર્તા નથી. જ્યાં શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરાવવી હોય ત્યાં કઠે કે–સાંભળ! તારી અંદર જે નિત્યાનંદ પ્રભુ (વિરાજે) છે એ કદીય પર્યાયને કરતો નથી. આત્મા તો આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ સ્વભાવે સિદ્ધ સદશ છે. જેમ ભગવાન સિદ્ધમાં રાગદ્વેષ નથી તેમ ભગવાન આત્મામાં (ત્રિકાળી દ્રવ્યમાં) રાગદ્વેષ નથી, જો એમાં રાગદ્વેષ હોય તો તે કદી ટળી શકે નહિ. લ્યો, આવી વાત !
(૮-૪૭૬ )
( ૬૦૬ )
-
જેમ દૂર ગરમ કરતાં ઉભરો આવે તેમ સ્વનો આશ્રય થતાં સમ્યગ્દર્શન સહિત અંદર વર્તમાન દશામાં આનંદ-અમૃતનો ઉભરો આવે છે. દૂધનો ઉભરો તો પોલો છે પણ આ અતીન્દ્રિય આનંદનો ઉભરો તો નક્કર હોય છે. ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જેને થયું તે સર્વ સમકિતીને – ચાહે તે આઠ વર્ષની બાલિકા હોય કે ચાહે અઢીદ્વીપ બહાર રહેલાં તિર્યંચવાઘ, નાગ કે સિંહ હોય-આત્મનો અનુભવ થતાં અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે; તે ધર્મ છે, અમૃત છે. સાથે તે જીવોને જે શુભરાગ આવે છે તે, કહે છે, ઝેર છે. જેટલી આત્મસ્થિરતા છે તે અમૃત છે ને જેટલો રાગ વર્તે છે તે ખરેખર ઝેરનો ઘડો છે–એમ કહે છે. (૮-૫૦૨ )
(૬૦૭)
અહા! આવું મનુષ્યપણું મળ્યું ને આ વાતને સમજીને સમ્દર્શન પ્રગટ ન કર્યું તો જેમ દોરા વગરની સોય ખોવાઈ જાય અને હાથ આવે નહિ તેમ તે ભવ સમુદ્રમાં ક્યાંય ખોવાઈ જશે; તેને આત્મા હાથ નહિ આવે. અને જેમ સોયને દોરો પરોવેલો હોય તો તે ખોવાઈ હશે તોપણ જડશે તેમ જેણે આત્માને રાગથી ભિન્ન જાણી સમકિત પ્રગટ કર્યું હશે તે નબળાઈના રોગને કારણે કદાચિત્ અલ્પ ભવ કરશે તોપણ તે અંતે મોક્ષને પામશે જ.
(૮-૫૧૦)
(૬૦૮ )
ઔપમિક ભાવ:- પાંચ ભાવોમાં એક ઔપમિક ભાવ છે. તે નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય તે મેલ નીચે ઠરી જાય અને ઉપર પાણી નિર્મળ થઈ જાય તેમ કર્મનો ઉદય ઠરે અને અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય તેને ઔપમિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com